Surat: કોરોના વચ્ચે સુરતની પ્રિયા હોસ્પિટલની અપ્રિય કરતૂત, પૈસા ન ભર્યા તો મૃતદેહ રસ્તા પર મુકી દીધો, ફરિયાદ દાખલ

|

May 05, 2021 | 8:30 AM

Surat: સુરતમાં માનવતાને શરમમાં મુકે તેવી ઘટના સામે આવી છે. એક તરફ કોરોનાનો કપરો સમય અને એમાં પણ ભગવાન સાથે સરખાવાતી તબીબી સેવા એવી માનવતાને નેવે મુકી દે છે તો એનાથી મોટી કોઈ બીજી વાત ન હોઈ શકે. વાત સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રિયા હોસ્પિટલની છે કે જ્યાં મૃતક દર્દીનાં સગા દ્વારા પૈસા ન ભરાતા મૃતકની લાશને રોડ પર મુકી દેવામાં આવી હતી. 

પૈસા માટે તબીબી સેવાનાં ધજાગરા ઉડાડનારી આ હોસ્પિટલ પર થૂ થૂ થઈ રહ્યું છે. પોલીસ સુધી આ મામલો પહોચતા પ્રિયા હોસ્પિટલનાં સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ હોસ્પિટલે કોરોનાગ્રસ્ત દર્દીની વિગતો પણ છૂપાવી હોવાનો  ખુલાસો થયો છે. પ્રિયા હોસ્પિટલના સંચાલકોએ મનપાને માહિતી નોહતી આપી અને કોરોનાથી દર્દીના મોત બાદ ગાઇડલાઇનનો પણ ભંગ કર્યો હતો જેને લઈ ને પ્રિયા હોસ્પિટલના સંચાલક અને ડૉક્ટર સામે ફરિયાદ નોંધાવા પામી છે.

જણાવવું રહ્યું કે બે દિવસ પહેલાં રસ્તા પરથી મૃતદેહ મળ્યો હતો અને તપાસ કરતા ખબર પડી હતી કે દર્દીના પિતાએ બિલના પૈસા ના ભરતા હોસ્પિટલ સંચાલકોએ મૃતદેહ રસ્તા પર મૂકી દીધો હતો. આ અંગે તપાસ કરવામાં આવતા ઘટનાના સીસીટીવી સામે આવ્યા અને તેમાં હોસ્પિટલ જ મૃતદેહને રસ્તા પર મુકી રહ્યા હોવાનું ખુલ્યું હતું. પૈસાની લાલચમાં ખાનગી હોસ્પિટલે મોતનો મલાજો પણ ના જાળવતા દર્દીનાં સગા દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને ખાનગી હોસ્પિટલ સામે પગલા ભરવા માટે માગ કરી હતી.

Next Video