Surat: એસોજી પોલીસે શહેરના જુદા જુદા વિસ્તાર તેમજ અંકલેશ્વરમાં પેટ્રોલ પંપ (petrol pump employee ) તથા દુકાનદારોને ખોટી વાતોમાં ભોળવી રૂપિયા છુટા કરાવવાના બહાને તેમની પાસેથી રોકડ રકમ લઈ ફરાર થઈ જનાર એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે અઠવાલાઈન્સ નવી કોર્ટ બિલ્ડીંગ પાસેના રોડ પર એક ફલેટમાંથી આરોપીને ઝડપી પાડયો હતો. જેને પકડતાની સાથે અનેક ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા છે. આ વ્યક્તિને લઈ ઘણા દુકાનદારો પરેશાન હતા નાની રકમ હોવાથી કોઈ ખાસ ફરિયાદ પણ કરતું ન હતું આખરે સુરત એસઓજી ના હાથે પકડાઈ ચુક્યો છે.
સુરત શહેર એસોજી પોલીસને બાતમી મળી હતી કે સુરત શહેરમાં દુકાનદારો તથા પેટ્રોલપંપના કર્મચારીઓને રૂપિયા છુટા લેવાના બહાને તેમની સાથે વાતો કરી રોકડ રકમ લઈ ફરાર થઈ જનાર આ આરોપી અઠવાલાઈન્સની કોર્ટ બિલ્ડીંગ પાસેના રોડ પર ઉભો છે. જે બાતમીના આધારે નવી કોર્ટ બિલ્ડીંગ પાસેથી રાંદેરમાં રહેતા એહમદ રઝાક ઉર્ફે ઐયાન ઝોલ યકીમને ઝડપી પાડયો હતો. આ ઇસમને પકડી પાડી પોલીસની પુછપરછમાં આ ઈસમ અહેમદ રઝા ઉર્ફે ઐયાન ઝોલે સુરતના સીમાડાનાકા પાસે આવેલા પેટ્રોલપંપ તથા અંકલેશ્વરના પેટ્રોલપંપના કર્મચારી સાથે રૂપિયા છુટા કરાવવા બહાને ઠગાઈ કરી હોવાની કબુલાત કરી હતી. વધુ પૂછપરછમાં શહેર એસઓજી પોલીસના હાથે ઝડપાયેલ આરોપી અહેમદ રઝા સામે સુરત ઉપરાંત બારડોલી, હાંસોટ, અને અંકલેશ્વર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે વધુ તપાસ એસોજી પોલીસ કરી રહી છે.
સુરતના પુણા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા મોબાઇલની દુકાનમાં ત્રાટકેલા લૂંટારૂઓએ દુકાનદારને તમંચો બતાવી 30 હજારની લૂંટ (Robbery) ચલાવી હતી. જે મામલે પોલીસે હાલ 5 લૂંટારૂઓને મુંબઇથી ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 15 હજાર રોકડા અને બે તમંચા પણ કબજે કરી લીધાં છે. પુણા પોલીસ (Police) પાસેથી મળતી માહિતી અનુસાર પુણાના વલ્લભનગર સોસાયટીમાં રહેતો રાહુલ પુરણભાઈ બઘેલ મોબાઇલનો વેપાર કરે છે. વલ્લભનગર પાસે શિવાજીનગરમાં તેની મોબાઇલની દુકાન છે. પાંચમી ફેબ્રુઆરીની રાત્રે દુકાન બંધ કરવાના સમયે રાહુલ બઘેલ દુકાનનું શટર પાડીને અંદર તેના મિત્ર અજય સાથે બેસીને વેપારના રૂપિયાનો હિસાબ રહી રહ્યા હતો. તે સમયે અચાનક ત્રણ લૂંટારૂઓ દુકાનમાં ત્રાટક્યા હતા.