Surat: વરાછા વિસ્તારમાં ધોળા દિવસે રૂ.5 લાખની લૂંટ, CCTVમાં કેદ ઘટના બાદ પોલીસ દોડતી થઈ

|

Feb 11, 2021 | 7:26 AM

surat: થોડા દિવસો પહેલાં જ રામપુરામાં 19 લાખની લૂંટ થઈ હતી. સુરતમાં હત્યા, લૂંટ જેવા CRIME બનાવો જાણે કે સામાન્ય બની ગયા હોય એમ છાશવારે આવી ઘટનાઓ ઘટી રહી છે.

Surat: ડાયમંડ નગરી સુરત હે ધીમે ધીમે ક્રાઈમ નગરી બનતું જઈ રહ્યું છે. SURATમાં હત્યા, લૂંટ જેવા CRIME બનાવો જાણે કે સામાન્ય બની ગયા હોય એમ છાશવારે આવી ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે વરાછામાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે.

SURATના વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ નજીક ખાદી મહોલ્લા પાસે મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ પોલીસ હોવાની ઓળખ આપી એક વ્યક્તિ પાસેથી રૂ.5 લાખની લૂંટ ચલાવી ફરાર થયા છે. વરાછા વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની આ ઘટના ઘટી છે. લૂંટની આ સમગ્ર ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

Next Video