Surat : ટેક્સટાઇલના વેપારીને કુરિયરમાં પિસ્તોલ મોકલવાનો કેસ ઉકેલાયો, કારીગરે જ વેપારીને ડરાવવા ધડયો હતો પ્લાન

|

Jul 23, 2021 | 5:54 PM

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કુરિયર અન્ય કોઇએ નહીં, પરંતુ વેપારીને ત્યાં કામ કરતા કારીગરે જ મોકલ્યું હતું.સમગ્ર મામલાની તપાસ કરી રહેલી સલાબતપુરા પોલીસે શંકાના આધારે વેપારીને ત્યાં કામ કરતા કારીગરની પુછપરછ કરી હતી.

સુરત(Surat)ના ટેક્સટાઇલના વેપારીને કુરિયરમાં પિસ્તોલ(Pistol) અને કારતૂસ મોકલવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે.પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કુરિયર અન્ય કોઇએ નહીં, પરંતુ વેપારીને ત્યાં કામ કરતા કારીગરે જ મોકલ્યું હતું.સમગ્ર મામલાની તપાસ કરી રહેલી સલાબતપુરા પોલીસે શંકાના આધારે વેપારીને ત્યાં કામ કરતા કારીગરની પુછપરછ કરી હતી.પોલીસે લીંબાયત વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી હતી. તેમજ મદદગારીના ગુનામાં કારીગરના મિત્રની પણ ધરપકડ કરી છે.

જેમાં કારીગરે કબૂલાત કરી કે તેણે વેપારીને ડરાવવા આ તરકટ રચ્યું હતું.કારીગરનો આરોપ છે કે વેપારી પગાર નહોતો વધારતો.જેથી તેને ડરાવવા આવુ કૃત્યુ તેણે કર્યું.મહત્વપૂર્ણ છે કે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના વેપારીને પાર્સલ મળ્યું હતું.જેમાં પાર્સલ સાથે 2 કરોડની ખંડણી પણ માગવામાં આવી હતી અને વેપારીને મારી નાખવાની ધમકી પણ અપાઇ હતી.હાલ સલાબતપુરા પોલીસે સમગ્ર કેસમાં આરોપી કારીગર અને તેના મિત્રની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Video