SURAT : સુરત પોલીસ ક્રાઈમ બ્રાંચે બાયોડીઝલના કાળા કારોબારના કિંગ મનીષ મારવાડીને ઝડપી પાડ્યો

|

Sep 07, 2021 | 6:30 PM

સુરત ક્રાઈમ બ્રાંચ આર્થિક ગુના નિવારણ શાખા સેલને મળેલી બાતમીના આધારે પોલીસે શહેરના પાંડેસરા દક્ષેશ્વર મંદીર પાસેથી પાંડેસરા આર્વિભાવ સોસાયટીમાં રહેંતા મનીષ મારવાડી ઉર્ફે મનીષ શંકરલાલ રાવને ઝડપી લીધો છે.

SURAT : સુરત પોલીસ ક્રાઈમ બ્રાંચે બાયોડીઝલના કાળા કારોબારના કિંગ મનીષ મારવાડીને ઝડપી પાડ્યો
Surat Police Crime Branch nabs Manish Marwadi for selling fake biodiesel

Follow us on

SURAT : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 6 મહિનાથી બાયોડીઝલના નામે કાળા કારોબારે માઝા મૂકી છે અને મોટા પ્રમાણમાં બે નંબરનો વેપાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં પોલીસે બાયોડીઝલના મુખ્ય કિંગને ઝડપી પાડ્યો જે પાંડેસરા વિસ્તારમાં છેલ્લા 6-7 મહિનાથી બાયોડીઝલનો ગોરખધંધો હતો અને સુરતમાં અલગ અલગ સ્થળે બાયોડીઝલ સપ્લાય કરતો હતો. સુરતમાં ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનું વેચાણ કરતા મુખ્ય સૂત્રધાર મનીષ મારવાડીને ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત ક્રાઈમ બ્રાંચ આર્થિક ગુના નિવારણ શાખા સેલને મળેલી બાતમીના આધારે પોલીસે શહેરના પાંડેસરા દક્ષેશ્વર મંદીર પાસેથી પાંડેસરા આર્વિભાવ સોસાયટીમાં રહેંતા મનીષ મારવાડી ઉર્ફે મનીષ શંકરલાલ રાવને ઝડપી લીધો છે. સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ અગાઉ કરેલી કાર્યવાહી દરમિયાન તેનું નામ સુરતમાં બાયોડીઝલ સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર તરીકે બહાર આવતા આર્થિક ગુના નિવારણ શાખાએ તેના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં રેડ કરી 17 હજાર લીટર બાયોડીઝલ અને સાધન સામગ્રી કબજે કરી હતી. આ રેડ દરમિયાન આરોપી મનીષ મારવાડી ઉર્ફે મનીષ શંકરલાલ રાવ ફરાર થઈ ગયો હતો. આરોપી અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતા ઓઈલને મંગાવી બાયોડીઝલ બનાવી વેચતો હતો.

આરોપી પોલીસથી બચવા માટે અવનવી રીતે બાયોડીઝલનો વેપાર કરતો હતો અને સમગ્ર શહેરમાં સપ્લાય કરતો હતો.ખાસ કરીને શહેરના પુણા, સરથાણા, કાપોદ્રા, ઇચ્છપોર જેવા વિસ્તારમાં બાયોડીઝલ પહોચાડતો હતો. બાયોડીઝલ બનાવવા માટે તે નવી મુંબઈ સ્થિત જવાહરલાલ નહેરુ પોર્ટ અને કંડલા પોર્ટ પરથી ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતા ઓઈલને મંગાવતો હતો. બાદમાં તે પાંડેસરાના ગોડાઉનમાં તેમાં ભેળસેળ કરી બાદમાં તેને બાયોડીઝલ બનાવી તેના મળતીયાઓને હોલસેલમાં અને છૂટક વાહનોમાં ઉપયોગ કરવા સપ્લાય કરતો હતો. હાલ તે સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા બાયોડીઝલના બે ગુનામાં વોન્ટેડ છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત પોલીસ શહેરમાં બાયોડીઝલના વેચાણ અંગે ગંભીરતાથી કામ કરી રહી છે અને બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ રોકવાની સુચના સરકાર તરફથી આપવામાં આવી હતી.જે અતર્ગત સુરતના સરથાણા વિસ્તારમાં બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય આરોપી મનીષ મારવાડી વોન્ટેડ હતો, જેને હવે ઝડપી લેવામાં આવ્યો છે. મનીષને બાયોડીઝલ અંગે તેના ભાઈ પાસેથી માહિતી મળી હતી. તે કેવી રીતે પેમેન્ટ લેતો હતો હતો અને તેણે ક્યાં ક્યાં બાયોડીઝલ વેચ્યું છે તેની તપાસ કરવામાં આવશે. આવા નકલી બાયોડીઝલના વેચાણથી ગાડીના એન્જીન અને વાયુ પ્રદુષણના નુકસાન સાથે સરકારને ટેક્સમાં નુકશાન પણ થાય છે.

સુરત શહેરમાં થોડા સમય પહેલા પણ કિમ વિસ્તાર નજીકથી સ્ટેટ વિજિલન્સ દ્વારા બાયોડીઝલ બનાવતી કંપનીમાં રેડ કરી હતી, જેમાં પણ મોટા પ્રમાણમાં બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. આખરે સુરતના આ છેવાડાના વિસ્તાર અને જિલ્લામાં જે બાયોડીઝલ નો વેપાર થાય છે તે કોઈની રહેમ નજર હેઠળ ચાલે છે કે કેમ ? તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો : હવે Post Office તમને Home Loan આપશે , LIC હાઉસિંગ ફાઇનાન્સ સાથે મળી નવા ક્ષેત્રમાં પ્રવેશ કરશે

Next Article