Surat : અપમાનનો બદલો લેવા, જૂના ભાગીદારે 30 લાખના હિરા અને 1.16 લાખ રોકડા ચોર્યા

|

Jul 21, 2021 | 5:10 PM

કાપોદ્રા વિસ્તારમાંથી એક્ટિવાની હતી. આ એક્ટિવામાં 30 લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખ રૂપિયા હતા. પોલીસે આ મામલે 2 આરોપીની ધરપકડ કરી છે.

કાપોદ્રા વિસ્તારમાં થયેલ 30 લાખની હીરા ચોરી મામલે ( diamond theft case) નવો ખુલાસો થયો છે. અપમાનનો બદલો અને ભાગીદારીની નુકસાની વસૂલવા જૂના પાર્ટનરે જ એક્ટિવા સહિત 30 લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખની ચોરી  કર્યા હતા. આરોપી અને તેના સાગરીતની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.

કાપોદ્રા વિસ્તારમાં બે દિવસ સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતા પરેશ ભુપતભાઈ દુધાત જે મૂળ તાલુકા જેસર, ભાવનગરના વતની છે અને વર્ષોથી વરાછાના મિનિબજારમાં હીરાનો વેપાર કરી પરિવાર ચલાવી રહ્યા છે છેલ્લા એક મહિનામાં અલગ-અલગ વેપારીઓ પાસેથી અલગ-અલગ પ્રકારના હીરા ખરીદી કર્યા હતા. તે હીરાની કિંમત 30 લાખ રૂપિયા થતી હતી. તે સમયે હીરા એક બેગમાં મુકીને તે બેગ એક્ટિવાની ડેકીમાં મુકી હતી. તેઓ હીરા લઇને મિનિબજાર ગયા હતા. ત્યાં એક હીરા દલાલ પાસેથી હીરા વેચાણના 1.16 લાખ રૂપિયા પણ હીરાની બેગમાં મુકી દીધા હતા.

ઓફિસ સામે ખાતું ધરાવતા પ્રવિણ ઝાલાવડિયાના ખાતામાં કારીગરને માવો આપવા માટે ગયા હતા. તે સમયે માત્ર દોઢ મિનિટમાં પરત આવતા ત્યાં એક્ટિવા ન હતી. અજાણ્યો ઈસમ એક્ટિવા ચોરી ભાગી ગયો હતો આજુબાજુ દુકાનોમાં લાગેલ સીસીટીવી ચેક કરતા હકીકત બહાર આવી કે એક અજાણ્યો ઈસમ પહેલા રેકી કરી છે બાદમાં એક્ટિવની ચોરી કરી ભાગી ગયો હતો.

ફરિયાદના આધારે પોલીસે ઘનશ્યામ ધીરૂભાઈ નાકરાણી અને રાહુલ ધીરૂભાઈ ચોડવડિયાની ધરપકડ કરી છે. જે પૈકી ઘનશ્યામ હીરા દલાલ અને રાહુલ ટેમ્પો ડ્રાયવર છે. પોલીસે તમામ હીરા અને રોકડ રકમ તથા એક્ટિવા કબજે કરી છે.

.પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરતા હકીકત સામે આવી ધનશ્યામે કબુલાત કરી હતી કે, થોડા વર્ષો પહેલા ફરિયાદી પરેશ દુધાત તેનો પાર્ટનર હતો. તેમાં પરેશના કારણે તેને ઘણું નુકસાન થયું હતું. પરેશે તેને પૂરો કરી નાખ્યો હતો. તે સિવાય પરેશ ઘણી વખત તેનો અપમાન કરતો હતો.

તેથી તેને નક્કી કરી લીધું હતું કે, પરેશને પણ પરેશાન કરવાનો છે. પાંચેક મહિના પહેલા પરેશ પાસેથી કામ છે કહીને થોડા સમય માટે એક્ટિવા લીધી હતી. તે સમયે ડુપ્લીકેટ  ચાવી બનાવી હતી. ઘનશ્યામને ખબર હતી કે પરેશ બધું જોખમ એક્ટિવામાં મુકે છે. ઘનશ્યામ ચોરી કરવા માટે પાંચ મહિનાથી ફિલ્ડિંગ ભરતો હતો.અને મોકો મળતા આ ચોરી કરી જ્યારે બીજા આરોપી ટેમ્પો આડો કરવા ડ્રાઇવરને 50 હજાર આપ્યા હતા.

Next Video