Surat: ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળાબજારી મામલે વધુ એક વ્યક્તિની ધરપકડ

|

May 14, 2021 | 10:40 AM

કોરોનાના કપરા કાળમાં રાજ્યમાં નકલી ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં કોરોનાનાં દર્દીઓની સારવાર માટે વપરાતું ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ કર્યો છે.

Surat: કોરોનાના કપરા કાળમાં રાજ્યમાં નકલી ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં કોરોનાનાં દર્દીઓની સારવાર માટે વપરાતું ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ કર્યો છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોરોનાની સારવાર માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન જે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વપરાય છે. જે ઇન્જેક્શનની સુરતમાં કાળાબજારી થતી હતી. જેમાં અગાઉ કાળા બજારી કેસમાં રસિક કથીરિયા, હેતલ કથીરિયા અને વ્રજેશ મહેતાની ધરપકડ કરી છે. વધુ નામની સંડોવણી પણ સામે આવી હતી.

આ બાદ કેમિસ્ટ મયંક જરીવાળા અને વિજય કુંભાણીની સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરી રિમાન્ડ ઉપર મોકલ્યા હતા. આ દરમિયાન વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી છે. આ તપાસ પર્વત પાટિયા હોસ્પિટલ સુધી પહોંચી છે. હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય કરનાર પંકજ રામાણીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી આ મામલે 6 લોકોનું ધરપકડ કરવામાં આવી છે.

Next Video