Surat : સ્પાની આડમાં ધમધતુ હતુ કુટણખાનુ, 9 લોકોની ધરપકડ

|

Jun 15, 2021 | 12:26 PM

Surat : છેલ્લા કેટલાક સમયથી સ્પાની આડમાં આધુનિક કુટણખાનાનો ધંધો ચાલી રહ્યો છે. પોલીસ દ્વારા અવારનવાર સ્પામાં રેડ પાડીને ગોરખધંધાનો પદાફાર્શ કરવામાં આવ્યો છે.

Surat: છેલ્લા કેટલાક સમયથી સ્પાની (Spa) આડમાં આધુનિક કુટણખાનાનો ધંધો ચાલી રહ્યો છે. પોલીસ દ્વારા અવારનવાર સ્પામાં રેડ પાડીને ગોરખધંધાનો પદાફાર્શ કરવામાં આવ્યો છે. છતાં પણ પોલીસનો ડર રાખ્યા વગર લોહીનો વેપાર ચાલુ રાખવામાં આવે છે. ખટોદરા પોલીસે વેસુ વી.આઇ.પી. રોડ સ્થિત એટલાન્ટા બિઝનેસ હબમાં રેડ પાડી હતી.

ખટોદરા પોલીસે ઍલાન્ટા બિઝનેશ હબમાં આવેલ લક્ઝરીયા સલુન ઍન્ડ વેલ્નેશ સ્પામાં રેડ પાડી હતી. જે પૈકી સ્પામાંથી થાઈલેન્ડની પાંચ યુવતીઓ કઢંગી હાલતમાં મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા 10 મહિનાથી સ્પાની આડમાં દેહવેપારનો અડ્ડો ધમધમતો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ સમગ્ર ઓપરેશન પાર પાડયું હતું.

પોલીસે સ્પાના સંચાલક જનક ઉર્ફે જોન્ટી રાજેન્દ્ર માટલીવાલા, મેનેજર અક્ષય સૂર્યકાંત ગાયકવાડ અને કર્મચારી રોહન રામમૂરત વર્મા (પ્રજ્ઞાનગર, પનાસ)ની ધરપકડ કરી હતી. પોલીસે 9 આરોપીની ધરપકડ કરી છે. ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા સ્પા સંચાલક વસૂલતો હતો. જયારે રૂપલલનાને 500 રૂપિયા જ આપતો હતો.

તો બીજી તરફ થાઇલેન્ડની મહિલાઓને પોલીસે આરોપી બનાવી ના હતી. પરંતુ પોલીસે ટૂરિસ્ટ વિઝા ઉપર આવી હોઇ કોઇ કામ કરી ના શકે તેવી શરતનો વિઝામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે થાઈલેન્ડ યુવતીઓને ડિપાર્ટ કરવાની કામગીરી હાથ ધરી છે.

Next Video