Surat : ડિંડોલીના વેપારીને લોન એજન્ટના નામે ઠગ ભટકાયા, ઠગ ટોળકી દ્વારા કાપડ વેપારીના બેંક એકાઉન્ટમાંથી 2.20 લાખની ઉચાપત

|

Dec 24, 2021 | 6:50 PM

ઠગબાજોએ વીકી રાઠોડની જાણ બહાર બેન્કમાં તેના મોબાઈલ નંબર (Mobile number) અપડેટ કરવા માટે ફોર્મ ભરી તેની બોગસ સહી (Bogus signature)કરી હતી. બેન્કમાં વેલકમ કીટ (જેમાં પાસબુક, ચેકબુક, ઍટીઍમ કાર્ડ) બેન્કમાંથી બારોબાર મેળવી લીધી હતી.

Surat : ડિંડોલીના વેપારીને લોન એજન્ટના નામે ઠગ ભટકાયા, ઠગ ટોળકી દ્વારા કાપડ વેપારીના બેંક એકાઉન્ટમાંથી 2.20 લાખની ઉચાપત
(ફાઇલ ફોટો)

Follow us on

Surat :  શહેરના ડિંડોલી બે ઠગ બદમાશોએ લોન (LOAN) અપાવવાના નામે એક વેપારીના (BANK account) બેંક એકાઉન્ટમાંથી સાથે 2.20 લાખની ઉચાપત (Embezzlement)કરતાં ઠગાઈનો ભોગ બનેલા વેપારી દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બન્ને ઠગ ઇસમોએ લોન એજન્ટ (Loan agent)તરીકે પોતાની ઓળખ આપીને વેપારીના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા બાદ તેની જાણ બહાર પોતાનો મોબાઈલ નંબર(Mobile number) અપડેટ કરાવી ઉચાપત કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

બનાવની વરાછા પોલીસ (police) પાસેથી મળતી વિગત મુજબ ડિંડોલી રામીપાર્ક સોસાયટીની પાસે રીજન પ્લાઝ રેસીડેન્સીમાં રહેતા મૂળ રાજસ્થાનના સિરોહીના વતના વિકી શંકરભાઈ રાઠોડ સહારા દરવાજાની બાજુમાં આવેલ અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં કાન્હા ટેક્સટાઈલના નામે ધંધો કરે છે.

કેવી રીતે થઇ છેતરપિંડી ?

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

વિકીભાઈને ધંધા માટે 25 લાખની લોનની જરૂર હતી અને તે માટે અગાઉ ઍક્સીસ બેન્કમાં (Axis Bank)ફાઈલ મુકી હતી. જો કે, લોન નામંજૂર થઈ હતી દરમ્યાન વિકીને જાન્યુઆરી મહિનામાં કતારગામ ગોટાલા વાડી ખાતે રહેતા સચિન ઉર્ફે પરેશ રાજુભાઈ કટયારે અને શંકરને ફોન કરી પોતાની ઓળખ લોન ઍજન્ટ (Loan agent) તરીકે આપી લોન કરાવાના બહાને ડોક્યુમેન્ટ લઈ વરાછા મંગલદીપ કોમ્પ્લેક્ષમાં આવેલ ઈન્ડસઈન્ડ બેન્કમાં ખાતુ ખોલાવી આપ્યું હતું અને તેમાં વીકી પાસે પૈસા જમા કરાવડાવ્યા હતા.

છેતરપિંડીનો આ રીતે રચાયો માસ્ટર પ્લાન

ત્યારબાદ ઠગબાજોએ વીકી રાઠોડની જાણ બહાર બેન્કમાં તેના મોબાઈલ નંબર (Mobile number) અપડેટ કરવા માટે ફોર્મ ભરી તેની બોગસ સહી (Bogus signature)કરી હતી. બેન્કમાં વેલકમ કીટ (જેમાં પાસબુક, ચેકબુક, ઍટીઍમ કાર્ડ) બેન્કમાંથી બારોબાર મેળવી લીધી હતી. અને ઍટીઍમ (ATM) મારફતે વીકી રાઠોડના ખાતામાંથી કુલ રૂપિયા 2.20 લાખ ઉપાડી લીધા હતા. આ અંગેની જાણ તથા વીકીઍ ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat : જર્જરિત વાલ્વને પગલે સમસ્યા ઉભી થતાં લોકોનો આક્રોશ સાતમા આસમાને : છાપરાભાઠા સહિતના વિસ્તારમાં બે દિવસથી પાણી પુરવઠો ઠપ્પ

આ પણ વાંચો : Surat : પહેલીવાર સુરતમાં સફાઈ કર્મચારીઓને સન્માનવાનો અનોખો કાર્યક્રમ, સફાઈ કામદારોનાં યોગદાનને મહત્વ આપી બિરદાવવાનો પ્રયાસ

Next Article