Surat: સાયબર ક્રાઇમ (cyber crime) પોલીસની નકલી વેબસાઈટ બનાવનાર ઝડપાયો છે. સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઇમ પોલીસ ઇન્ટેલિજનની સાઈટ બનાવી હતી. વેબ સાયબર ક્રાઇમ પોલીસે (cyber crime Police) પ્રહલાદ રાજપરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી નકલી પોલીસ બની લોકો સાથે ઠગ બાજો ઠગાઈ કરતા હતા પણ ડિજિટલ યુગમાં ઠગ બાજો ડિજિટલ રીતે નકલી પોલીસ બની લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે.
સુરતના પાસોદ્વા ખાતે રહેતો રત્નકલાકાર સાયબર પોલીસ તથા લોકલ પોલીસના સાયબર અવેરનેસ કાર્યક્રમમાં ભાગ લીઘા પછી તેમનાથી પ્રભાવિત થયો હતો. બાદમાં ફેસબુક ઉપર પોતે સાયબર ક્રાઈમ સેલના નામે પેજ બનાવી પોતે જ અધિકારી હોવાનો દાવો કરી લોકોને સંપર્ક કરવાની જાહેરાત મુકી હતી. હાલ સાયબર ક્રાઈમ પોલીસે તેનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફેસબુક ઉપર થોડા દિવસ અગાઉ સાયબર પોલીસના ધ્યાને સાયબર ક્રાઈમ સેલ તરીકેનું પેજ બન્યું હોવાનું ધ્યાને આવ્યું હતુ. જેની તપાસ કરતા પ્રહલાદ શાંતિભાઈ રાજપરા નામની વ્યક્તિએ ફોટોસાથે પોતે સાયબર ક્રાઈમ સેલ, સુરત શહેરમાં નોકરી કરતો હોય તેવું પ્રસ્થાપિત થાય તે રીતે પેજ બનાવ્યું હતું. પોતે સાયબર સેલમાં અધિકારી તરીકેનું ખોટું નામ કરી સોશ્યલ મીડીયા ફેસબુક ઉપર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરતનું ફેક પેજ બનાવ્યું હતુ. તે પેજમાં તથા તેના પોતાના ફેસબુક એકાઉન્ટમાં પ્રહલાદ રાજપરા પોતાના ફોટોની સાથે ગુજરાત પોલીસના લોગોનો ઉપયોગ કર્યો હતો. પોતે સાયબર ક્રાઈમ સેલ ઈન્ટેલિજન્સ હેડ ઓફ સુરત સિટી હોવાનું જાહેર કર્યું હતુ.
આ પોસ્ટ વાયરલ થતાં સાયબર સેલે તેની સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી પ્રહલાદ શાંતિભાઈ રાજપરાની ઘરપકડ કરી હતી. આરોપી પોતે રત્નકલાકાર છે અને સાયબર પોલીસે લોકલ પોલીસ સાથે મળીને અવેરનેસ કાર્યક્રમ કર્યો ત્યારે તે ફ્રેન્ડ ઓફ પોલીસ તરીકે જોડાયો હતો. બાદમાં પોલીસથી પ્રભાવિત થઈ તેને આ રીતે પેજ બનાવીને વાયરલ કર્યુંહતુ.
આરોપીએ ફેસબુક મેસેજ મુકયો હતો કે, જો આપની બહેન દીકરી સ્કુલ કે કોલેજ જતી વખતે કોઈ ખોટી રીતે હેરાન કરે અથવા પીછો કરે કે કોઈ પણ પ્રકારના ખોટા મેસેજ કે ફોટો અપલોડ કરે તથા ખોટી માહીતી શેર કરે તો સાઈબર ક્રાઈમ સેલની મુલાકાત કરવા માટે જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: Tata Group ની આ કંપની 1000 નવી ભરતી કરશે, કર્મચારીઓની સંખ્યામાં મોટો વધારો થશે