Surat: કરોડો રૂપિયાની જમીન ગેરકાયદે કબ્જો કરવા અને 2 કરોડની ખંડણી માંગનાર સામે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ

|

Apr 18, 2022 | 12:49 PM

Surat: શહેરના સિંગણપોરની કરોડો રૂપિયાની જમીનના રદ્દ થયેલા પાવરના આધારે ખરીદનાર તરીકે દર્શાવી બોગસ કબ્જા રસીદ બનાવી ગેરકાયદે કબ્જો કરવા ઉપરાંત જમીન ભાડે આપી દઇ ખાલી કરવા માટે ખંડણી પેટે 2 કરોડ રૂપિયાની માંગણી કરનાર વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

Surat: કરોડો રૂપિયાની જમીન ગેરકાયદે કબ્જો કરવા અને 2 કરોડની ખંડણી માંગનાર સામે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ
ફાઈલ ફોટો

Follow us on

Surat: શહેરના સિંગણપોરની કરોડો રૂપિયાની જમીનના રદ્દ થયેલા પાવરના આધારે ખરીદનાર તરીકે દર્શાવી બોગસ કબ્જા રસીદ બનાવી ગેરકાયદે કબ્જો કરવા ઉપરાંત જમીન ભાડે આપી દઇ ખાલી કરવા માટે ખંડણી પેટે 2 કરોડ રૂપિયાની માંગણી કરનાર વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગ એક્ટ (Land Grabbing Act) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. શહેરના સિંગણપોરના ટી.પી સ્કીમ 26 ના યુ.એલ.સી હેઠળ ચાલી જનાર ત્રણ ફાઇનલ પ્લોટના મૂળ માલિક રામસિંહ જયસિંહ પરમારના કાયદાકીય રાહે જમીન પરત મેળવી સીધી લીટીના વારસદારોના નામ દાખલ કરાવ્યા હતા. વારસદારોએ ત્રણ પ્લોટના રજીસ્ટર દસ્તાવેજ બે સાઢુભાઇ કિર્તીભાઇ ધનશ્યામ પટેલ અને યગ્નેશ અર્જુન પટેલના નામે કરી આપ્યો હતો અને તેમણે કુલમુખ્ત્યાર તરીકે તેમના સસરા લાલજી દયાળ પટેલ નિમણુંક કરી હતી.

જો કે આ જમીનનો સિવીલ કોર્ટમાં ચાલી રહેલા દાવા અંતર્ગત જુલાઇ 2019 માં કોર્ટ કમિશન થયું હતું. કોર્ટ કમિશનના ગણતરીના કલાક પહેલા હરજી અરજણ રબારી જમીનની કમ્પાઉન્ડ વોલને તોડી નાંખી ગેરકાયદે કબ્જો કર્યો હતો.

જેથી લાલજીભાઇએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જમીનના મૂળ માલિક રામસિંહના પુત્ર હરીસિંહ પરમારે ગોરધન અરજણ દુધાતને લખી આપેલો પાવર એપ્રિલ 1993માં રદ્દ કર્યો હોવા છતા તેના આધારે હરજીએ પોતાના અને અન્ય 30 જેટલા લોકોના નામે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની રૂબરૂમાં બિફોરમીન તરીકેના બોગસ સહી-સિક્કા વાળી કબ્જા રસીદ બનાવી જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. ઉપરાંત ગેરકાયદે કબ્જો કરેલી જમીનમાં રૂમ અને તબેલો બનાવી ભાડે આપી દીધી હતી. ઉપરાંત હરજીએ કિર્તી પટેલ અને યગ્નેશ વિરૂધ્ધ ચોકબજાર પોલીસમાં અરજી કરવા ઉપરાંત જમીનનો કબ્જો ખાલી કરવા ખંડણી પેટે 2 કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

આ પણ વાંચો: RBI Assistant Manager Recruitment: આવતીકાલે, રિઝર્વ બેંક આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, અહીં કરો અરજી

આ પણ વાંચો: IB ACIO Recruitment 2022: આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ, 7 મે સુધીમાં કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article