Surat : 11 ગૌવંશ ભરી બેફામ દોડી રહેલો ટેમ્પો દુર્ઘટનાગ્રસ્ત, ચાલક સહીત બે પકડાયા

|

Dec 08, 2021 | 4:32 PM

બોલેરો પીકઅપ વાનમાં માંડ ચારથી પાંચ ગાયનો સમાવેશ થઇ શકે તેટલી જગ્યામાં 11 અબોલ જીવને ભરી દેતા ગૌ પશુધન જકડાઈ ગયા હતા . અકસ્માત અને ટેમ્પો પલ્ટી મારી ગયો હતો.

Surat : 11 ગૌવંશ ભરી બેફામ દોડી રહેલો ટેમ્પો દુર્ઘટનાગ્રસ્ત, ચાલક સહીત બે પકડાયા
Tempo Crashed

Follow us on

જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ઇસ્કોન સર્કલ (Iscon Circle ) પાસે આજે વહેલી સવારે ગાયોથી (Cows ) ખીચોખીચ ભરેલો ટેમ્પો પલ્ટી મારી ગયો હતો . આ ટેમ્પોમાં ગાયોને કતલખાને લઇ જવામાં આવી રહી હતી અને આ વાતની જાણ ગૌરક્ષકોને થઇ જતા તેઓએ વોચ ગોઠવી ટેમ્પોનો પીછો કર્યો હતો . જેના કારણે પકડાઈ જવાના ડરથી ચાલકે, ટેમ્પો ભગાવતા અકસ્માત થયો હતો. બનાવને પગલે ગૌરક્ષકોએ બે ખાટકીઓને પકડી પોલીસને બોલાવી સોંપી દીધા હતા. પોલીસે 11 અબોલ જીવોને બચાવી પાંજરાપોળ મોકલી આગળની કામગીરી હાથ ધરી છે .

ગૌ રક્ષકોએ ટેમ્પોનો પીછો કરતા ભગાવવાની લ્હાયમાં નડ્યો અકસ્માત
બનાવની વિગત એવી છે કે વડોદરામાં માંજલપુરમાં રહેતા નેહાબેન દ્વારકેશ પટેલ સામાજિક કાર્યકર પણ છે . અને તેમને બાતમી મળ્યા પ્રમાણે વર્ણનવાળો ટેમ્પો નજરે પડતા તેને અટકાવવાની કોશિશ કરી હતી . પરંતુ તેઓએ ટેમ્પો પુરઝડપે હંકારી ભગાવ્યો હતો . જેના કારણે આખરે ગૌરક્ષકોએ પણ ટેમ્પોનો પીછો કર્યો હતો .

બાદમાં જહાંગીરપુરા સરોલી બ્રીજથી આગળ ટેમ્પો ચાલકે રોન્ગ સાઇડે ટેમ્પો ભગાવ્યો હતો. પરંતુ આ સમયે ઇસ્કોન સર્કલ પાસે ટેમ્પો ચાલકે ભાગવાની લ્હાયમાં ટેમ્પો ટ્રાફિક સર્કલ સાથે ધડાકાભરે અથડાવી દેતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતો . જેથી ગૌરક્ષકોએ પોલીસને જાણ કરી બોલાવી લીધા હતા અને ટેમ્પોમાં સવાર તેમજ સગરામપુરા, રાબિયા એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ સઈદ ઉર્ફે બાબા અબ્દુલ હકીમ શેખ અને સલાબતપુરા ભાઠેના મસ્જિદ પાસે રહેતા નઇમ સલીમ શેખ ને ઝડપી લીધા હતા . પોલીસે ટેમ્પોમાં બાંધેલી પ્લાસ્ટિકની તાડપત્રી ખોલી જોતા તેમાંથી 11 અબોલ જીવ મળી આવ્યા હતા . જેમાં 5 ગાયો , 2 વાછરડા , 2 વાછરડી અને 2 બળદ મળી આવ્યા હતા . પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દુર્ઘટનાને લીધે બે ગાયોને ઈજા પહોંચી
બોલેરો પીકઅપ વાનમાં માંડ ચારથી પાંચ ગાયનો સમાવેશ થઇ શકે તેટલી જગ્યામાં 11 અબોલ જીવને ભરી દેતા ગૌ પશુધન જકડાઈ ગયા હતા . અકસ્માત અને ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. જયારે પોલીસ અને ગૌરક્ષકોએ અબોલજીવને ટેમ્પોમાંથી બહાર કાઢ્યા ત્યારે એક ગાયને ઇજા થવાના કારણે તેના મોઢામાંથી લોહી નીકળતું હતું જયારે બીજી એક ગાયને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી . પોલીસે તમામ અબોલજીવને પાંજરાપોળ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે .

આ પણ વાંચો : Surat : યુનિવર્સીટીને લાગ્યો હિન્દુત્વનો રંગ : હવે ભગવદગીતાના પણ ભણાવાશે પાઠ

આ પણ વાંચો : Surat : જુલાઈ 2022થી પ્લાસ્ટિકની થેલી 120 માઇક્રોનથી ઓછી નહીં ચાલે, થર્મોકોલ પર પ્રતિબંધ આવશે

Next Article