
સુરતમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. ઘટના છે અમરોલીના મોટા વરાછા વિસ્તારની. જ્યાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી પ્રગતિ લુણાગરિયા નામની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પરિવારનો દાવો છે કે ઓનલાઈન અભ્યાસના ટેન્શનમાં તેણે આ પગલું ભર્યું છે. વિદ્યાર્થિનીના કાકાની વાત માનીએ તો, સ્કૂલ બંધ હોવાથી પ્રગતિ ઘરે ઓનલાઈન અભ્યાસ કરી રહી હતી. પ્રગતિને ઓનલાઈન અભ્યાસમાં મુશ્કેલી પડી રહી હતી. જેથી તે ચિંતામાં રહેતી હતી. ગત મંગળવારે તેણે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. સમગ્ર મુ્દ્દે હવે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.