Surat : વરાછામાં ઝોનમાં ACBની સફળ ટ્રેપ, શહેરી વિકાસ વિભાગના અધિકારી રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા

|

Sep 13, 2023 | 4:56 PM

સુરતના વરાછા ઝોન-Aના શહેરી વિકાસ વિભાગના અધિકારી લાંચ લેતા પકડાયા છે. સુરત કોર્પોરેશનના જુનિયર એન્જિનીયર કેયુર પટેલને ACBએ રૂપિયા 35 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા. લાંચ લેવામાં પટ્ટાવાળો નિમેષ ગાંધી પણ સામેલ હોવાનું ખુલ્યું છે. એક મકાનના બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા લાંચ માગવામાં આવી હતી.

Surat : વરાછામાં ઝોનમાં ACBની સફળ ટ્રેપ, શહેરી વિકાસ વિભાગના અધિકારી રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા
Surat Bribe case

Follow us on

Surat : સુરતના વરાછા (Varachha) ઝોન-એના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેરને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે, આ ઉપરાંત લાંચ માંગવામાં સામેલ પટાવાળાની પણ એસીબીએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મકાનના બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા લાંચ માગવામાં આવી હતી.

આ પણ વાંચો Breaking News : સુરતના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર IT વિભાગના દરોડા, 100થી વધુ અધિકારી ઓપરેશનમાં જોડાયા

સુરતના વરાછા ઝોન-Aના શહેરી વિકાસ વિભાગના અધિકારી લાંચ લેતા પકડાયા છે. સુરત કોર્પોરેશનના જુનિયર એન્જિનીયર કેયુર પટેલને ACBએ રૂપિયા 35 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા. લાંચ લેવામાં પટ્ટાવાળો નિમેષ ગાંધી પણ સામેલ હોવાનું ખુલ્યું છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

જુનિયર ઈજનેર સહિત પટાવાળાને લાંચ લેતા ACBએ ઝડપ્યા

મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન-એના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે, આ ઉપરાંત લાંચ માંગવામાં સામેલ પટાવાળા, નિમેષકુમાર રજનીકાંત ગાંધીની પણ એસીબીએ ધરપકડ કરી છે, મકાનના બીજા માળ અને ત્રીજા માળે આવેલ બે રૂમનું ગેરકાયદે બાંધકામ નહી તોડવાના અવેજપેટે 50 હજારની લાંચ બંને આરોપીઓએ માંગી હતી. આ દરમ્યાન રકઝકના અંતે 35 હજાર લેવાના નક્કી કર્યા હતા.

રૂપિયા 35 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા

એસીબીમાં આ મામલે ફરિયાદ થતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ એ.કે.ચૌહાણે ગત મોડી સાંજે પુણાગામ પુણા વોર્ડ ઓફિસની સામે છટકું ગોઠવ્યું હતું અને પુણા વોર્ડ ઓફિસની સામેથી જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલને 35 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા જયારે પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીની તેમની ઓફિસમાંથી ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article