Shocking: ગાયક રાહુલ જૈન વિરુધ્ધ કરી મહિલાએ FIR, બે વાર કરાવ્યો ગર્ભપાત, જાણો શું છે સમગ્ર મામલો

|

Oct 15, 2021 | 8:24 AM

મહિલાનો આરોપ છે કે રાહુલે તેની કારકિર્દીને ટાંકીને બે વખત ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી અને તે ઇચ્છતી નથી કે કોઈ તેને તેના સંબંધો અને બાળક વિશે જણાવે

Shocking: ગાયક રાહુલ જૈન વિરુધ્ધ કરી મહિલાએ FIR, બે વાર કરાવ્યો ગર્ભપાત, જાણો શું છે સમગ્ર મામલો
Singer Rahul Jain

Follow us on

એક મહિલા ગીતકાર અને લેખકે ગાયક અને સંગીતકાર રાહુલ જૈન (Singer Rahul Jain) સામે FIR દાખલ કરી છે. આ મહિલાનો આરોપ છે કે રાહુલ જૈન પોતાના બાળકને નકારી રહ્યા છે અને તે ઈચ્છે છે કે મહિલા પોતાનું બાળક કોઈને દત્તક લેવા માટે આપે. ઇટાઇમ્સના અહેવાલ અનુસાર, મહિલાના વકીલ ચંદ્રકાંત અંબાણીએ જણાવ્યું કે રાહુલ જૈન વિરુદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મહિલાનો આરોપ છે કે રાહુલે તેની કારકિર્દીને ટાંકીને બે વખત ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી અને તે ઇચ્છતી નથી કે કોઈ તેને તેના સંબંધો અને બાળક વિશે જણાવે. મહિલાના વકીલે આ બાબતે જણાવ્યું હતું કે જન્મ પ્રમાણપત્રમાં બાળકના પિતાનું નામ લખેલું છે, પરંતુ તેના બાળકને પોતાનું નામ આપવાને બદલે તેણે માતા અને બાળક બંનેનો ત્યાગ કર્યો અને પોતે ગાયબ થઈ ગયો.

રાહુલ જૈને તેને ત્રીજી વખત ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી.
એડવોકેટ ચંદ્રકાંતે એ પણ ખુલાસો કર્યો હતો કે ત્રીજી વખત પણ આરોપીએ મહિલાને ગર્ભપાત કરાવવાનું કહ્યું હતું, પરંતુ મહિલાએ આ વખતે તેની વાત માની નહીં. વકીલે કહ્યું કે આ વખતે ગર્ભપાત કરાવવા માટે તેની તબીબી સ્થિતિ સારી નહોતી, પરંતુ તેમ છતાં રાહુલ તેને વારંવાર ગર્ભપાત કરાવવા દબાણ કરતો રહ્યો. જો કે, તેણે આ વખતે તેના બાળકને જન્મ આપ્યો, જે હવે છ મહિનાનો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એટલું જ નહીં રાહુલ જૈન પર મહિલાઓની બચત પાછળ ખર્ચ કરવાનો પણ આરોપ લાગ્યો છે. વકીલે કહ્યું કે રાહુલ જૈને તેના તમામ સંસાધનોનો ઉપયોગ કર્યો અને તેને પરેશાન કરી. રાહુલે તેના ગીતોનો ઉપયોગ કર્યો અને તેને તેના નામે મ્યુઝિક કંપનીને વેચી દીધા અને તેની પાસેથી મેળવેલા પૈસામાંથી તે મહિલાને આપ્યા નહીં, જો કે તમામ મહેનત મહિલાની હતી.

પોતાની સામેના આ ગંભીર આક્ષેપો વચ્ચે રાહુલ જૈને ધીંડોશી કોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરી હતી, જેની સોમવારે સુનાવણી થઈ હતી. મહિલાના વકીલે કહ્યું કે અમને કોર્ટ તરફથી આ મામલામાં હસ્તક્ષેપ કરવાની પરવાનગી મળી છે, પરંતુ હાલમાં આ મામલાની સુનાવણી હવે 20 ઓક્ટોબરે થશે. તમને જણાવી દઈએ કે મહિલાએ 6 ઓક્ટોબરના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: PM મોદી આજે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું કરશે ભૂમિપૂજન

આ પણ વાંચો: Surat : સુરત મહાનગરપાલિકા ઇલેક્ટ્રિક વાહનો માટે આગામી પાંચ વર્ષમાં 500 ચાર્જિંગ સ્ટેશન બનાવશે

Next Article