Sabarkantha: સખી મંડળની મહિલાઓ સાથે છેતરપિંડી, ગામના જ શખ્સે ઉપાડી લાખોની રકમ

|

Jul 04, 2021 | 5:07 PM

પૈસાની ભૂખ માનવીને કઈ પણ કરી છૂટવા માટે મજબૂર કરે છે. લૂંટ,ચોરી કે છેતરપિંડી કરનારાઓને ગરીબ લોકોની પણ દયા આવતી  નથી

Sabarkantha: પોતાની નાની નાની બચતનું વ્યવસ્થિત આયોજન કરીને સખી મંડળો દ્વારા ગૃહિણીઓ પોતાના કપરા સમય માટે પૈસા બચાવતી હોય છે. પરંતુ અમુક ધુતારાઓ તેમાં પણ નજર બગાડતાં હોય છે.

પૈસાની ભૂખ માનવીને કઈ પણ કરી છૂટવા માટે મજબૂર કરે છે. લૂંટ,ચોરી કે છેતરપિંડી કરનારાઓને ગરીબ લોકોની પણ દયા આવતી  નથી. આવું જ કઈક તલોદ (Talod) ના દોલતાબાદની સખી મંડળી (Sakhi mandal)ની મહિલાઓ સાથે થયું છે. ગામના જ એક યુવાને સખી મંડળની મહિલાઓ સાથે લખો રૂપિયાની છેતરપિંડી કરી છે.

સાબરકાંઠાના તલોદના દોલતાબાદ ગામની સખી મંડળની મહિલાઓ સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ગામના જ શખ્સે મહિલાઓના ધિરાણની 4.10 લાખની રકમ ઉપાડી લઇ છેતરપિંડી આચરી છે.

 

મહિલાઓને લોન અપાવવા સખી મંડળના ચેક દ્રારા ધિરાણ મેળવ્યુ હતુ. તલોદ પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Porbandar: ઓરિએન્ટ ફેક્ટરીને બંધ કરવાની નોબત, અનેક કર્મચારીઓ થઈ જશે બેરોજગાર

આ પણ વાંચો: SURAT: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક્ઝામને લઈને અસમંજસમાં, ઓનલાઈન લેવી કે ઓફલાઇન નિર્ણય આવતીકાલ સોમવારે

Next Video