SABARKANTHA :હિંમતનગરમાં તોલમાપ વિભાગના અધિકારી 15 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

|

Oct 30, 2021 | 10:08 PM

તોલમાપ વિભાગના આ અધિકારીએ પેટ્રોલ પંપ પર સ્ટેમ્પિંગ કરવાના અવેજ પેટે માગી હતી લાંચ.

SABARKANTHA : હિંમતનગર (Himmatnagar) માં તોલમાપ વિભાગના અધિકારી લાંચ (Bribe) લેતા ઝડપાયા છે.હિંમતનગર ACBની ટીમે તોલમાપ વિભાગના સિનિયર અધિકારી હેમંત વાણવીને 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા છે. તોલમાપ વિભાગના આ અધિકારીએ પેટ્રોલ પંપ પર સ્ટેમ્પિંગ કરવાના અવેજ પેટે માગી હતી લાંચ. જો કે એસીબીની ટીમે છટકું ગોઠવીને લાંચીયા અધિકારીને રંગેહાથ ઝડપી લીધા છે.

રાજ્યમાં લાંચિયા અધિકારીઓ પર એન્ટી કરપ્શન બ્યુરોની તવાઈ યથાવત છે. 13 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા, જયારે 14 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા.

દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી રૂ. 3 લાખની લાંચ લેતા રંગ હાથ ઝડપાયા હતા. પ્રાંત અધિકારીનિહાર ભેટારિયા ACB ના છટકામાં રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. પ્રાંત અધિકારી નિહાર ભેટારિયાએ પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા લાંચ માંગી હતી. પ્રાંત અધિકારીના ઘર પર હાલ તપાસ કરવામાં આવી હતી.

આ ઘટનાના એક દિવસ પહેલ પંચમહાલ જિલ્લાના શહેરાના તાલુકા વિકાસ અધિકારી રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગેહાથ ACBના છટકામાં ફસાયા હતા.તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીએ ફરિયાદી પાસે સરકારી કામની પતાવટ માટે રૂપિયા 4.45 લાખની લાંચ માગી હતી. જોકે ફરિયાદી આ રકમ આપવા નહોતા ઇચ્છતા અને ACBમાં ફરિયાદ કરી હતી.ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું અને લાંચની રકમનો 2 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

Next Video