Rave Party: શું હોય છે રેવ પાર્ટી જેમાં શાહરુખનો પુત્ર પકડાયો ? કેવો હોય છે અંદરનો માહોલ ?

ભારતમાં જો કોઇ આ પ્રકારની રેવ પાર્ટી કરતા પકડાય છે તો તેના પર કાયદાકિય કાર્યવાહી થાય છે અને લાંબા સમય માટે તેણે જેલમાં જવુ પડી શકે છે. તેવામાં લોકોના કરીયર પર તેની નકારાત્મક અસર જોવા મળે છે.

Rave Party: શું હોય છે રેવ પાર્ટી જેમાં શાહરુખનો પુત્ર પકડાયો ? કેવો હોય છે અંદરનો માહોલ ?
What is a Rave Party? What is the atmosphere like inside the party?
| Edited By: | Updated on: Oct 07, 2021 | 12:15 PM

Rave Party:  તમે ઘણી વાર સમાચારોમાં સાંભળ્યુ અને વાંચ્યુ હશે કે શહેરના કેટલાક નબીરાઓ રેવ પાર્ટી કરતા પકડાયા. હાલમાં જ બોલીવૂડ (Bollywood)ના કિંગ ખાન શાહરુખ (Shahrukh khan) ખાનના દિકરાની આવી જ એક રેવ પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે તે રેવ પાર્ટી કરી રહ્યો હતો અને તેની પાસેથી ડ્રગ્સ(Drugs Party) પણ પકડાયા છે. સોશિયલ મીડિયા(Social Media)માં ચારે તરફ જ્યારે આ કેસ વિશે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જાણીએ કે રેવ પાર્ટી શું હોય છે અને આખરે લોકો આ પાર્ટીમાં કરે છે શું ?

કેવો હોય છે માહોલ ?

બોલીવૂની ફિલ્મોમાં જે પ્રકારના પાર્ટી સીન બતાવવામાં આવે છે બસ આ પાર્ટીની અંદરનો માહોલ એવો જ હોય છે. ચારે તરફ યંગસ્ટર્સ જોવા મળે છે. આવી પાર્ટીમાં રંગબેરંગી લાઇટ્સ, અવૈધ ડ્ર્ગ્સ, બેસુધ થઇને નાચતા નબીરાઓ, ડ્રીન્ક્સ જોવા મળે છે. લોકો આવી પાર્ટીમાં નશા કરવા અને મ્યુઝિકના તાલે નાચવા આવે છે. આ પ્રકારની પાર્ટીમાં હાજર રહેવું એ અમુક વર્ગના લોકો માટે કુલ અને સ્ટેટસ માટેની વાત છે. લોકો આવી પાર્ટીમાં ડ્ર્ગ્સ લઇને ભાન ગુમાવીને નાચવુ પસંદ કરે છે. ચારે તરફ શોરગુલ હોય છે.

આ પ્રકારની પાર્ટીઓમાં એન્ટ્રી ફીઝ ખૂબ મોંઘી હોય છે માટે જ અમીર ઘરના નબીરાઓ આ પ્રકારના શોખ કરતા જોવા મળે છે. આ પ્રકારની પાર્ટીઓમાં મોટા ભાગે ઇલેક્ટ્રોનિક મ્યૂઝિક વાગતુ હોય છે. આવા સોન્ગ્સમાં લીરીક્સ ખૂબ ઓછા હોય છે. ડ્ર્ગ્સ લીધા બાદ આ સોન્ગ બીટ એક ભ્રમીત કરનાર વાતાવરણ ઉભુ કરે છે જેમાં આ પાર્ટીમાં આવેલા લોકો કેટલાક કલાકો સુધી ઝૂમતા રહે છે.

દુનિયાના કેટલાક એવા દેશ છે જેમાં આ પ્રકારની પાર્ટીઓ સામાન્ય વાત છે પરંતુ ભારતમાં આવું નથી. ભારતમાં આ પ્રકારની પાર્ટીઓ ગેરકાયદેસર રીતે યોજવામાં આવે છે. આવી પાર્ટીઓમાં લોકો ભાવનાઓમાં વહીને કેટલીક નવી ચીજો ટ્રાય કરવાનો પ્રયત્ન કરે છે તેવામાં કેટલીક વાર ડ્ર્ગ્સ ઓવરડોઝની ઘટનાઓ પણ બનતી હોય છે. આવી પાર્ટી દરમિયાન કેટલાક લોકોના મોત પણ થાય છે. આવી પાર્ટીઓમાં એનસીબી અથવા તો પોલીસ રેડ પાડતી હોય છે.

પાર્ટીના ચક્કરમાં કરીયર ખલાસ થાય છે.

ભારતમાં જો કોઇ આ પ્રકારની રેવ પાર્ટી કરતા પકડાય છે તો તેના પર કાયદાકિય કાર્યવાહી થાય છે અને લાંબા સમય માટે તેણે જેલમાં જવુ પડી શકે છે. તેવામાં લોકોના કરીયર પર તેની નકારાત્મક અસર જોવા મળે છે. આ પ્રકારની પાર્ટીઓમાં હાજર રહેવાથી યુવાનોને ડ્રગ્સની આદત પણ લાગી શકે છે.

આ પણ વાંચો –

Navratri 2021: ઇચ્છિત પરિણામ મેળવવા માટે 9 દિવસ માટે તમારી મનપસંદ વસ્તુઓ માતાજીને અર્પણ કરો

આ પણ વાંચો –

Samantha : નાગા ચૈતન્યથી અલગ થયા બાદ સામંથાએ પહેલી તસવીર શેર કરી, જેમાં એક અલગ સ્ટાઇલમાં જોવા મળી

આ પણ વાંચો –

IPL 2021: કાશ્મિર એક્સપ્રેસ બનેલા ઉમરાન મલિક પર વિરાટ કોહલી થયો ફીદા, હાર બાદ ઉમરાનને આપી આ ખાસ ગીફ્ટ