Rajkot : સગી જનેતાની હત્યા કરનાર પુત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

|

Jun 19, 2021 | 9:11 AM

Rajkot : રાજકોટમાં ચાર વર્ષ પહેલા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાણાવટી ચોકમાં દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં વયોવૃદ્ધ માતાની અગાસી પરથી ફેંકી દઈને ઠંડા કલેજે હત્યા (Murder) કરી દીધી હતી. આ મામલે કોર્ટ પુત્રને આજીવન કેદની સજા ફટકારી છે.

Rajkot : રાજકોટમાં ચાર વર્ષ પહેલા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાણાવટી ચોકમાં દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં વયોવૃદ્ધ માતાની અગાસી પરથી ફેંકી દઈને ઠંડા કલેજે હત્યા  (Murder) કરી દીધી હતી. આ મામલે કોર્ટ પુત્રને આજીવન કેદની સજા ફટકારી છે.

માં તે માં બીજા બધા વગડાના વા. આ કહેવતને નિર્થક કરી છે કપૂત પ્રોફેસર પુત્ર સંદીપ નથવાણી. સંદીપએ તેની માતા જયશ્રીબેનની 27 સપ્ટેમ્બર 2017ના એપાર્ટમેન્ટના ચોથા માળની અગાસી પરથી ધક્કો મારીને ઠંડા કલેજે હત્યા કરી દીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બાદ પોલીસે પુત્રને જેલ હવાલે કર્યો હતો.

જનેતાની હત્યા કરનાર પુત્ર સામે હત્યાનો કેસ ચાલતા 28થી વધુ લોકોના મૌખિક નિવેદન નોંધ્યા હતા. આ બાદ કોર્ટએ મૌખિક નિવેદન રેકોર્ડ પરની તમામ હકીકતો ધ્યાને રાખીને ત્યારા પુત્રને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

પ્રાથમિક તપાસમાં સંદિપે આ બાબતે હત્યા પોલીસને ગેરમાર્ગ દોરીને કહ્યું હતું કે, માતા અગાસી પરથી અકસ્માતે નીચે પટકાતા મોત છે. પરંતુ તીસરી આંખે ભાંડો ફોડી દીધો હતો. પરંતુ નનામી અરજીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન CCTV ચેક કરતા આ સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ સાથે આ ઘટના આકસ્મિક કે આપઘાતની નહિ પરંતુ હત્યાની હોવાનું સામે આવ્યું હતું.

આ બાદ પોલીસે કપૂતની ધરપકડ કરી હતી. પ્રોફેસર સંદિપ નથવાણી પોલીસ પુછપરછમાં ભાંગી પડયો હતો. આ સાથે જ જણાવ્યું હતું કે, માતા સતત બીમાર હોય અને પત્ની આ બાબતે ફોન કરીને કહેતી હોય માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Next Video