PSIએ કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

|

Nov 28, 2021 | 3:14 PM

કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને બીજા શખ્સે પણ તેની મદદ કરી હતી અને લોકોની જિંદગી જોખમાય તે રીતે પૂરઝડપે બેફિકરાઈથી કાર હંકારીને ફરાર થઈ ગયા હતા.

BOTAD : બોટાદ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ સામે PSIએ ફરિયાદ નોંધાવી છે. PSI ભગીરથસિંહ વાળાએ કોન્સ્ટેબલ યુવરાજસિંહ પરમાર વિરૂદ્ધ ફરિયાદ કરી છે. હોટલ બહાર અપશબ્દો બોલીને લોકોનો જીવ જોખમાય તે રીતે કાર હંકારવા અને કારમાં હથિયારો રાખવા બાબતે જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.. બે દિવસ પહેલા બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલી મોગલ હોટલ બહાર આ ઘટના ઘટી હતી.. તે સમયે કોન્સ્ટેબલ યુવરાજસિંહ પરમાર સાથે બીજા બે શખ્સો હતા. તેમાંના એક શખ્સે હોટલ પાસે જાહેરમાં અપશબ્દો બોલ્યા હતા.

કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને બીજા શખ્સે પણ તેની મદદ કરી હતી અને લોકોની જિંદગી જોખમાય તે રીતે પૂરઝડપે બેફિકરાઈથી કાર હંકારીને ફરાર થઈ ગયા હતા.આરોપીઓની ગાડીમાં છરી અને લોખંડની પાઈપ જેવા હથિયારો હતા પોલીસે બોટાદના ગથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યા બાબતનો ગુનો દાખલ કર્યો છે.પોલીસે કાર, છરી અને લોખંડની પાઈપ જપ્ત કર્યા છે.

કોઈ PSIએ કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોય એવી આ પ્રથમ ઘટના નથી. અમદાવાદમાં ગયા વર્ષે બદલી થયા પછી PIનું કહ્યું ન માનનારા પોલીસ કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી PI પોતે હતા.
અમદાવાદ A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પીબી ખાભલાએ તેમના જ હાથ નીચે કામ કરતા કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે, કોન્સ્ટેબલ રાણજીતસિંહ પોતાની મરજી પડે ત્યારે રજા પર ઉતરી જાય છે, તેમને આ અંગે 4 વખત નોટિસ પણ પાઠવવામાં આવી છે. જોકે, આમ છતાં તેઓ તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : CM ભુપેન્દ્ર પટેલને ધમકી આપી 1 કરોડની ખંડણી માંગનાર બટુક મોરારી સામે ગુનો નોંધાયો

આ પણ વાંચો : GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ હેક, હેકિંગ પાછળ કોનો હાથ ?

Next Video