પોલીસે બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, જાણો 16 વર્ષની પુત્રીએ કેમ કરી પોતાની માતાની હત્યા

પોલીસનો દાવો છે કે, 16 વર્ષની દીકરીએ જ તેની માતાની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રેમ સંબંધને કારણે પુત્રીએ પ્રેમી સાથે મળીને માતાની હત્યા કરી હતી.

પોલીસે બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, જાણો 16 વર્ષની પુત્રીએ કેમ કરી પોતાની માતાની હત્યા
Police solve blind murder case
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:35 PM

હરિયાણાના ફરીદાબાદમાં પોલીસે બ્લાઈન્ડ મર્ડર કેસનો ઉકેલવાનો દાવો કરી રહી છે. પોલીસનો દાવો છે કે, 16 વર્ષની દીકરીએ જ તેની માતાની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રેમ સંબંધને કારણે પુત્રીએ પ્રેમી સાથે મળીને માતાની હત્યા કરી હતી.

પોલીસે જણાવ્યું કે, સગીર છોકરી તેના પ્રેમી સાથે લગ્ન કરતેવા માંગતી હતી. પરંતુ તેની માતાએ આ સામે વાંધો ઉઠાવ્યો, માતા પણ આ લગ્નનો વિરોધ કરી રહી હતી. તેનાથી ગુસ્સે ભરાયેલી પુત્રીએ ના પ્રેમી સાથે મળીને માતાની હત્યાનું કાવતરું ઘડ્યું અને પછી આ ઘટનાને અંજામ આપ્યો હતો.

લીંબુ પાણીમાં ભેળવી ઉંઘની ગોળીઓ

પોલીસના જણાવ્યા મુજબ છોકરીએ રાત્રે તેની માતાને લીંબુ પાણીમાં ઉંઘની ગોળીઓ આપી હતી. આ પછી પ્રેમીએ તેને તેને વીડિયો કોલ કરીને કહ્યું કે, કેવી રીતે માતાને મારી નાખવી. મળતી માહિતી મુજબ આ ઘટના 10 જુલાઈની રાત્રે અંજામ આપવામાં આવ્યો હતો. આ પછી 11 જુલાઈથી, પોલીસ આ મામલાની તપાસ કરી રહી હતી. ડીએલએફ ક્રાઈમ બ્રાંચની ટીમને આ મામલાની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીની ઓળખ દીપાંશુ તરીકે થઈ છે. આ સાથે સગીરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ફરીદાબાની ઉડિયા કોલોનીમાં રહેતા વિશાલે 11 જુલાઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે, રાત્રે કોઈએ તેની માતાની હત્યા કરી હતી. આ પછી ડબુઆ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

આ કેસની તપાસ ડીએલએફ ક્રાઈમ બ્રાંચની ટીમને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે આ કેસમાં તેના અનુભવ, ટેકનોલોજી અને સ્ત્રોતો દ્વારા આ બાબતનો ખુલાસો કર્યો હતો. પોલીસે 3 ઓગસ્ટે આરોપી દીપાંશુની ધરપકડ કરી હતી. આ પછી 4 ઓગસ્ટના રોજ, સગીરની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રેસલર બજરંગ પૂનિયાએ જીતી બીજી મેચ,ઇરાનના પહેલવાનને આપી મ્હાત,પહોંચ્યા સેમીફાઇનલમાં, રોમાંચક મુકાબલા બાદ ભારતીય મહિલા હૉકી ટીમની હાર, પણ બ્રિટેનને આપી જોરદાર ટક્કર

આ પણ વાંચો: Women’s Hockey Team : PM મોદીએ કહ્યું મહિલા હોકી ટીમ પર ગર્વ, ભારતની દીકરીઓ હૃદયને સ્પર્શી ગઈ