અમદાવાદ : સળિયા ચોર ગેંગનો પર્દાફાશ, ગેરકાયદેસર રીતે ટ્રકોમાંથી સળિયા ચોરી વેચાણ કરતી ગેંગને પોલીસે ઝડપી

પોલીસે સાણંદમાં રહેતા દર્શનકુમાર પટેલ તેમજ વિરમગામના સંજય પટેલ અને વિક્રમ જતાપરાની ધરપકડ કરી છે. પોલીસે ત્રણ આરોપીઓની સાથે એક લાખની કિંમતના લોખંડના સળિયા તેમજ બે લાખ રૂપિયાના પીકઅપવાન સહિત ત્રણ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.

અમદાવાદ : સળિયા ચોર ગેંગનો પર્દાફાશ, ગેરકાયદેસર રીતે ટ્રકોમાંથી સળિયા ચોરી વેચાણ કરતી ગેંગને પોલીસે ઝડપી
Ahmedabad
| Edited By: | Updated on: Dec 20, 2023 | 11:49 PM

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સળિયા ચોર ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ સળિયા ચોર ગેંગ દ્વારા ટ્રકોમાં સળિયા ભરેલા માલને ખોલાવી તેમાંથી અમુક સળિયા ચોરી કરતા હતા જે બાદ તેને વેચતા હતા. પોલીસે માહિતીના આધારે દરોડા પાડ્યા હતા.

વિરમગામથી સાણંદ તરફ આવતા રસ્તે વિરપુરા ગામની સીમમાં આવેલા રેલ્વે ફાટક નજીક આવેલી પડતર ખુલ્લી જગ્યામાં એક વ્યક્તિ સળિયા ભરેલો આખો ટ્રક બોલાવી તેમાંથી ગેરકાયદેસર રીતે અમુક સળિયા કાઢી તેને ખરીદી કરે છે અને બાદમાં આ સળિયાને બજારમાં વહેંચે છે. જે માહિતીના આધારે પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડા પાડતા એક પીકઅપવાનમાં સળિયા ભરતા ત્રણ લોકોને પકડી પાડ્યા હતા.

પોલીસે સાણંદમાં રહેતા દર્શનકુમાર પટેલ તેમજ વિરમગામના સંજય પટેલ અને વિક્રમ જતાપરાની ધરપકડ કરી છે. પોલીસે ત્રણ આરોપીઓની સાથે એક લાખની કિંમતના લોખંડના સળિયા તેમજ બે લાખ રૂપિયાના પીકઅપવાન સહિત ત્રણ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.

આ પણ વાંચો જમવામાંથી ફરી એકવાર નીકળ્યો વંદો, અમદાવાદની SBR ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને આપેલા કુલચામાંથી નીકળ્યો વંદો

અમદાવાદ ગ્રામ્ય એસઓજી હવે તપાસ કરી રહી છે કે આ સળિયા અત્યાર સુધી કઈ કઈ જગ્યા ઉપર સસ્તા ભાવે વેચાણ કરવામાં આવ્યા છે તેમજ ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે આ સળિયા કાઢવાનું કૌભાંડ ક્યારથી શરૂ છે. આ સમગ્ર કૌભાંડમાં ટ્રક ડ્રાઇવરો કે અન્ય કોઈ બહારના લોકોની કેટલી ભૂમિકાઓ છે તેને લઈને પણ પોલીસ હવે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:49 pm, Wed, 20 December 23