Crime News: મહિલા પોલીસે કોન્સટેબલને મારી થપ્પડ, ધક્કો મારીને કહ્યું કઈક આવું, જાણો શું છે મામલો ?

|

Aug 04, 2021 | 9:50 AM

પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપીના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો. આ ઘટનાને કારણે પોલીસ વિભાગનું ઘણું અપમાન થઈ રહ્યું છે

Crime News: મહિલા પોલીસે કોન્સટેબલને મારી થપ્પડ, ધક્કો મારીને કહ્યું કઈક આવું, જાણો શું છે મામલો ?
પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપીના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો. આ ઘટનાને કારણે પોલીસ વિભાગનું ઘણું અપમાન થઈ રહ્યું છે (પ્રતિકાત્મક તસવીર)

Follow us on

Crime News: બિહારની રાજધાની પટનામાં પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપીના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો (Patna Police Clash). આ ઘટનાને કારણે પોલીસ વિભાગનું ઘણું અપમાન થઈ રહ્યું છે. હકીકતમાં કારગિલ ચોક પાસે એક મહિલા કોન્સ્ટેબલે એક પુરૂષ પોલીસકર્મીને થપ્પડ મારી હતી (lady constable slapped policeman). આ પછી, જવાન ધર્મેન્દ્ર ચૌધરી, પાછળ ન રહેતા, મહિલા કોન્સ્ટેબલ પર પણ હુમલો કર્યો. આ દૃશ્ય જોઈને મહિલા કોન્સ્ટેબની એક સહકર્મી પણ જવાન સાથે ઘર્ષણમાં ઉતરી પડી.

ગુસ્સામાં મહિલા કોન્સ્ટેબલે પોલીસ પેટ્રોલિંગ વાહન પર લાકડીઓ વડે કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીઓ વચ્ચે થતી આ લડાઈ જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ફરજ પરના પોલીસકર્મીઓ એકબીજા સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીરબહોર પોલીસ સ્ટેશનના પેટ્રોલિંગ વાહન વિકાસ કુમારના સંબંધીનું વાહન ટ્રાફિક પોલીસે પકડ્યું હતું.

માર પીટ બાદ 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ
આ દરમિયાન પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. હુમલાની આ ઘટના બાદ SSP ઉપેન્દ્ર સિંહે બે મહિલા કોન્સ્ટેબલ સ્વાતિ કુમારી, શાલુ તેમજ પીરભોર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રને સસ્પેન્ડ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહિલા કોન્સ્ટેબલે જવાનને થપ્પડ મારી કહ્યું કઈક આવું
સમાચાર અનુસાર, એક મહિલા કોન્સ્ટેબલ બાઇક સવારને છોડવાની તરફેણમાં નહોતી. તેણે પેટ્રોલિંગ પાર્ટીના પોલીસ જવાનને કહ્યું કે ‘પટના પોલીસનું મગજ ઘૂંટણમાં રહે છે’. આ બાબતે જ પોલીસકર્મી ધર્મેન્દ્ર અને તેમની વચ્ચે બબાલ શરૂ થઈ અને આ ચર્ચા જોઈને ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. લેડી કોન્સ્ટેબલે ધર્મેન્દ્રને ધક્કો માર્યો. જ્યારે અન્ય પોલીસકર્મીઓએ મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ગુસ્સે ભરાયેલી મહિલા કોન્સ્ટેબલે ધર્મેન્દ્રને ધક્કો માર્યો. આ પછી ગુસ્સે થયેલા પોલીસ કર્મીને પણ તેને માર મારવાનું શરૂ કર્યું.

 

Published On - 9:48 am, Wed, 4 August 21

Next Article