Surat : પુણા વિસ્તારમાં થયેલ હત્યાના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

|

Jul 26, 2023 | 2:13 PM

લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ છતાં ખુલ્લેઆમ ફરતા દુર્ગેશે પુણામાં વિજય રબારી નામના યુવકને સરેઆમ રહેંસી નાંખ્યો હતો. ફોન પર ગાળા ગાળી મામલે થયેલી માથાકૂટમાં હત્યા થતા પોલીસે બુટલેગર સહિત 5 લોકોને ઝડપી પાડ્યા છે.

Surat : પુણા વિસ્તારમાં થયેલ હત્યાના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
Surat Crime

Follow us on

Surat : સુરત શહેરના પુણામાં લિસ્ટેડ બૂટલેગર દુર્ગેશની ગુંડાગર્દી એ ચકચાર મચાવી છે. લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ છતાં ખુલ્લેઆમ ફરતા દુર્ગેશે પુણામાં વિજય રબારી નામના યુવકને સરેઆમ રહેંસી નાંખ્યો હતો. ફોન પર ગાળા ગાળી મામલે થયેલી માથાકૂટમાં હત્યા થતા પોલીસે બુટલેગર સહિત 5 લોકોને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, પાણી ટપકતું હોવાથી કર્મચારીઓને મુશ્કેલી-Video

વરાછામાં લંબેહનુમાન રોડ પર ગાયત્રી સોસાયટી પાસે આવેલી રામકૃપા સોસાયટીમાં લુણી પરિવાર રહે છે. ગારિયાધાર તાલુકાના ચારોડિયા ગામના વતની મેહુરભાઇ રબારી 18 વર્ષથી પરિવાર સાથે અહીં રહે છે. તેમના ચાર સંતાનો પૈકી બે દિકરા પુના અને વિજય તેમનો છોટાહાથી ટેમ્પો ચલાવે છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

24 જુલાઈએ પુના રબારી ટેમ્પો લઇ ફેરા મારવા માકણા ગામ ગયો હતો. સાંજે લગભગ પાંચેક વાગ્યે તેમને મુન્ના રબારીનો કોલ આવ્યો હતો. તેણે કહ્યું કે તારા ભાઇ વિજયને કોઇકે છરીના ઘા માર્યા છે. તેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો છે. આ કોલ બાદ પુના પણ સ્મીમેર પહોંચ્યો હતો.

બૂટલેગર દુર્ગેશ અને અન્ય ઈસમોએ કર્યો હતો હુમલો

વિજય પરવત પાટિયા મહાવીર મોબાઇલથી અર્ચના સ્કૂલ તરફ જવાના રસ્તે ક્રિષ્ણા સર્કલ પાસે પાનના ગલ્લે ઉભો હતો એ દરમિયાન દુર્ગેશ તથા બીજા ત્રણ ચાર યુવકો ત્યાં આવ્યા હતા. આ લોકોએ વિજય પર હુમલો કરી દીધો હતો. લાકડાના ફટકાથી માર મારવા સાથે ચાકુના ઘા પણ માર્યા હતા. ટોળાએ જાહેરમાં કરેલા હુમલાથી વિજય લોહીલુહાણ થઇ ફસડાઇ પડ્યો હતો. આ જોયા બાદ દુર્ગેશ તેના માણસો સાથે ફરાર થઇ ગયો હતો.

દુર્ગેશ લિસ્ટેડ બૂટલેગર છે

દુર્ગેશ પોલીસ ચોપડે નોંધાયેલો લિસ્ટેડ બૂટલેગર છે. ઓડિસામાં એક હત્યા કેસમાં સંડોવાયેલો દુર્ગેશ હાલ લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા હુમલાના કેસમાં વોન્ટેડ છે. સૂત્રોના કહેવા અનુસાર વિજય રબારી અને દુર્ગેશ વચ્ચે રૂપિયા બાબતે માથાકૂટ થઇ હતી. જોકે, વાત એવી પણ બહાર આવી કે ગલ્લે ઉભેલો દુર્ગેશ ફોન પર કોઈની સાથે ગાળાગાળી કરતો હતો, ત્યાં ઉભા રહેલા વિજયે તેને ટોક્યો હતો. આ વાતની અદાવત રાખી દુર્ગેશ અને તેના માણસો દ્વારા રબારી યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.

પોલીસે દુર્ગેશ સહિત પાંચ ઈસમોને ઝડપી પાડ્યા

આમ હત્યાના બનાવને ગંભીરતાથી લઈ પુણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. બીજી બાજુ રબારી સમાજમાં રોષ પણ જોવા મળ્યો હતો. ઉપરી અધિકારીઓ સુધી રજુઆત પણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે મુખ્ય આરોપી બુટલેગર દુર્ગેશ સહિત પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article