પાકિસ્તાને જાત બતાવી, પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના આરોપીને જેલની જગ્યાએ રેસ્ટ હાઉસમાં રાખશે

|

Feb 03, 2021 | 2:12 PM

સુપ્રીમ કોર્ટે જેલની જગ્યાએ આરોપીને રેસ્ટ હાઉસમાં રાખવાનો આદેશ આપ્યો. તેને તમામ સુવિધાઓ આપવામાં આવશે તેમજ પરિવારને પણ મળી શકશે.

પાકિસ્તાને જાત બતાવી, પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના આરોપીને જેલની જગ્યાએ રેસ્ટ હાઉસમાં રાખશે
2002માં કરવામાં આવી હતી હત્યા

Follow us on

જો બાઈડન એડમિનિસ્ટ્રેશનની ધમકી બાદ પાકિસ્તાને અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના આરોપીને મુક્ત કરવાનો ઇરાદો બદલી નાંખ્યો હતો. પરંતુ હવે અહેમદ ઉમર શેખને સુપ્રીમ કોર્ટે જેલની જગ્યાએ રેસ્ટ હાઉસમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન, તેને તમામ સુવિધાઓ આપવામાં આવશે તેમજ પરિવારને પણ મળી શકશે.

ઉમર 2002 માં પર્લની હત્યાના આરોપમાં જેલમાં હતો. ગયા અઠવાડિયે પાકની સુપ્રીમ કોર્ટે તેને મુક્ત કરી દેવાનો આપ્યો હતો. ગુસ્સે થયેલા અમેરિકાએ ઇમરાન ખાન સરકારને ઉમરને અમેરિકાને સોંપી દેવા કહ્યું. ત્યારબાદ, સિંધ સરકારે ઉમરની મુક્તિના આદેશના વિરોધમાં અરજી દાખલ કરી. આ અરજી પર ઉમરને જેલને બદલે હવે રેસ્ટ હાઉસમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

અમેરિકાએ કહ્યું – ન્યાય આપવીને રહીશું
ઇસ્લામાબાદમાં સોમવારે ડેનિયલ પર્લને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પછી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે – અમેરિકા તેના નાગરિક અને વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ડેનિયલ પર્લને ન્યાય અપાવીને જ રહેશે. તેની સામે મજબૂત પુરાવા છે. અમે પાકિસ્તાન સરકારને કહ્યું છે કે પર્લના હત્યારાઓની મુક્તિ સહન નહીં કરી લેવામાં આવે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પાકિસ્તાનને સંદેશ
અમેરિકાના નવા વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને શુક્રવારે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશીને ફોન કર્યો હતો. અહેવાલ અનુસાર, બ્લિન્કને સ્પષ્ટ રીતે કર્યું હતું કે જો પાકિસ્તાન પર્લના હત્યારાઓને સજા નથી આપી શકતા તો તને યુ.એસને સોંપવામાં આવે. એના પર ત્યાં કેસ ચલાવવામાં આવશે.

2002માં કરવામાં આવી હતી હત્યા
2002માં પર્લનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે તેઓ પાકિસ્તાનની એક સિક્રેટ એજન્સી આઈએસઆઈ અને અલ કાયદા વચ્ચેના સંબંધો વિષે સમાચાર અહેવાલ માટે માહિતી ભેગી કરી રહ્યા હતા. અપહરણ બાદ પર્લનું શિર કલમ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અહમદ ઉમર સઈદ શેખ અને તેના ત્રણ સાથીઓ ફહદ નસીમ, શેખ આદિલ અને સલમાન સાકીબને અપહરણ અને હત્યાના કેસમાં કોટ દ્વારા દોષી ઠેરવવામાં આવ્યા હતા.

Next Article