Operation Success: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડેની દરીયામાં આંતરરાષ્ટ્રીય સીમા પર સર્જીકલ સ્ટ્રાઈક, વાંચો ઓપરેશનની TRUE STORY

|

Apr 27, 2022 | 9:02 AM

એટીએસ(ATS)ના આઈ.જીએ કાંઠા પર રાતે ઉજાગરો કરીને ઓપરેશન(Operation Success)ની પળેપળની વિગતો મેળવી, ઓપરેશન પૂર્ણ થયું અને બોટને પકડી કાંઠે લાવી રહ્યાનો મેસેજ મળતા જ આઈ.જી અમિત વિશ્વકર્માએ કોસ્ટ ગાર્ડના અન્ય અધિકારીઓને થમ્બ બતાવી કહ્યું..."સક્સેસ..."

Operation Success: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડેની દરીયામાં આંતરરાષ્ટ્રીય સીમા પર સર્જીકલ સ્ટ્રાઈક, વાંચો ઓપરેશનની TRUE STORY
Operation Success: Surgical strike at sea by Gujarat ATS and Coast Guard

Follow us on

Operation Success: ગુજરાત એટીએસ(Gujarat ATS) અને કોસ્ટગાર્ડ(Indian Coast Guard)ની ટીમે બે દિવસ પૂર્વે મધરાત્રે પાકિસ્તાની માછીમારી(Pakistan Fisherman) બોટને પકડીને 56 કિલો હેરોઇનના રો મટીરીયલ સાથે 9 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ હાલ એટીએસ પાસે છે અને હેરોઇન(Drugs Mafia) મંગાવનારાથી માંડીને તેને દિલ્હીના આઉટસ્કર્ટ્સમાં પ્રોસેસ કરવા સુધીની કડીઓ પણ તપાસ એજન્સીને હાથ લાગી ચુકી છે. જેમાં સંડોવાયેલા આરોપીઓની પણ નજીકના ભવિષ્યમાં ધરપકડ થાય તેવો વિશ્વાસ સિનિયર અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

જો કે અહીં વાત, પાકિસ્તાની બોટ પકડવાના ઓપરેશનની છે. કંડલા પોર્ટ નજીક આવેલી ફેક્ટરીના ગોડાઉનમાં પડેલા કન્ટેનરમાં મોટા પાયે હેરોઇન પડ્યું હોવાની વિગતો એટીએસના ડીવાય એસ.પી ભાવેશ રોજીયાને મળી હતી. પોર્ટની અંદરની વાત હોય આ બાતમી તેમણે પ્રોટોકોલ પ્રમાણે ડીઆરઆઈને આપી અને સાથે કચ્છ જઇ મોટુ કન્સાઇનમેન્ટ પકડાવ્યું. ભાવેશ રોજીયા કંડલાથી અમદાવાદ પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમના એક બાતમીદારનો ફોન આવ્યો. બાતમીદારે માહિતી આપી કે, “પાકિસ્તાનથી અલ-હજ નામની બોટ ગુજરાત આવવા નીકળી છે. આ બોટમાં નવ જેટલા માછીમાર છે તે હેરોઇનનો જથ્થો ભારતની જળસીમામાં આવી બીજી બોટમાં ટ્રાન્સફર કરવાના છે.”

ડીવાય એસ.પી રોજીયાની કાર વિરમગામ હાઇવથી સડસડાટ અમદાવાદ તરફ આવી રહી હતી. હજુ ગણતરીની કલાકો પહેલાં જ એક સફળ ઓપરેશન પુરૂ થયું હતુ ત્યાં નવી બાતમીની વાત મળતા જ તે નવા ઓપરેશન માટે મનોમન તૈયાર થઇ ગયા. વાત ઈન્ટરનેશનલ ડ્રગ્સ ટ્રાફિકિંગની હતી માટે સિનિયર અધિકારીઓને ધ્યાન દોરવું ફરજિયાત હતી. તેમણે બાતમીદારનો ફોન કાપતા જ ડ્રાઇવરને સૂચના આપી “કાર સીધી ઓફિસ લઇ લો”. લગભગ સાંજ ઢળવા આવી હતી. રોજીયાએ તેમના સિનિયરને ફોન કરી નવી બાતમી મળી છે તે મુદ્દે વાત કરવી છે કહી પોતે સીધા ઓફિસ આવી રહ્યાંનું જણાવ્યું.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Gujarat ATS , Indian Coast Guard’s Operation Success

ભાવેશ રોજીયાના બાતમીદારનો નેટવર્કથી તેમના સિનિયર્સ પણ વાકેફ હતા. દિપન ભદ્રને આ ફોનની વાત આઈ.જી અમિત વિશ્વકર્માને કરતા કહ્યું, “રોજીયા કે પાસ નયે ઈનપુટ્સ હૈ, વો દો ઘંટેમે ઓફિસ આ રહા હૈ”. અમિત વિશ્વકર્મા પણ તેમની ઓફિસમાં નવા ઈનપુટ્સ માટે રાહ જોઇ બેસી રહ્યાં.

રાતના લગભગ સાતેક વાગ્યા હતા. ડીવાય એસ.પી રોજીયા ઓફિસ આવ્યાં અને ડીઆઈજીને મળ્યા. ડીઆઈજી દિપન ભદ્રને તેમના એસ.પી સુનિલ જોષી અને સિનિયર આઈ.જી અમિત વિશ્વકર્મા સાથે મિટિંગ ગોઠવી દીધી. ચારેય અધિકારીઓની બેઠકનો દૌર શરૂ થયો અને રોજીયાએ નવી બાતમીની માહીતી આપતા કહ્યું, “પાકિસ્તાની ડ્રગ્સ માફિયા મુસ્તુફાએએ હેરોઇન સપ્લાય કર્યુ છે, જે અલ-હજ નામની બોટમાં આઠ-નવ માછીમારો લઇને 25 તારીખે ગુજરાત આવશે”.

આઈ.જી અમિત વિશ્વકર્માએ અનુભવના આધારે શંકા વ્યક્ત કરતા કહ્યું, “દરિયામાં જ ડ્રગ્સ બીજી બોટમાં ટ્રાન્સફર કરી દેવાયુ તો ઓપરેશન નિષ્ફળ રહેશે માટે દરિયામાં જ ઓપરેશન કરીશું”. ઓપરેશન દરિયામાં જ કરવાનું નક્કી થતા અલ-હજ નામની બોટને ટ્રેસ કરવાનું નક્કી કરાયું. આ માટે કોસ્ટ ગાર્ડની મદદ લેવાઇ અને કોસ્ટ ગાર્ડના સિનિયર અધિકારીઓ સાથે આ બાતમીની જાણ કરી સંયુક્ત ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું.

અમિત વિશ્વકર્માએ એક રાતનો આરામ કરી બીજા દિવસે ગાંધીધામ ટીમ સાથે નીકળવાના આદેશ આપ્યાં. અધિકારીઓ ત્યાંરે આંચકો ખાઇ ગયા જ્યારે અમિત વિશ્વકર્માએ મિટિંગ પુરી થતા જ કહ્યું, “આ ઓપરેશનમાં હું પણ સાથે આવીશ”. અધિકારીઓએ તેમને આશ્વાસન આપ્યું કે, “સાહેબ અમે પુરૂ કરી દઇશું”. અમિત વિશ્વકર્માએ કહ્યું, “મને મારી ટીમ પર ભરોસો છે, હું ઓપરેશન માટે નહીં મારા પર તમારી જવાબદારી છે માટે સાથે આવવાનો છું”.

બીજા દિવસે બપોરે એટીએસ આઈ.જી અમિત વિશ્વકર્મા એસ.પી સુનિલ જોષી, ડીઆઈજી દીપન ભદ્રન, ડિવાય એસ.પી કે.કે પટેલ અને ડિવાય એસપી. બી.એન ચાવડા પોતાના પી.આઈ.પી.એસ અને કોન્સ્ટેબલના સ્ટાફ સાથે ગાંધીધામ રવાના થયાં. જ્યાંથી કોસ્ટ ગાર્ડની બોટમાં દરિયામાં જવાનું હતુ. ગાંધીધામ પહોંચ્યા બાદ અધિકારીઓએ આઈ.જી અમિત વિશ્વકર્માને ગાંધીધામ રોકાઇને સુપરવિઝન કરવા મનાવી લીધા. કારણ ATSનાં તમામ અધિકારીઓ જાણતા હતા કે, ઓપરેશન ભારત-પાકિસ્તાનની જળ સીમા પર કરવાનું છે. કોઈ પણ અણબનાવ બની શકે છે.

અમિત વિશ્વકર્માને તેમની ટીમ પર ભરોસો હતો પણ જવાબદારીએ તે રાત્રે તેમને મોડે સુધી ઉંઘવા ન દીધા. એક આખી રાત એટીએસની ટીમ દરિયામાં રહી. બીજો દિવસ પણ પસાર થયો અને સાંજ ઢળી ગઇ. બાતમી પાક્કી હતી માટે બોટની રાહ જોવાઇ રહી હતી. રાતના એકાદ વાગ્યે તમામ અધિકારીઓ બોટ પર એલર્ટ હતા ત્યારે જ અલ-હજને ટ્રેસ કરી લેવાઇ. બીજી તરફ ગાંધીધામમાં અમિત વિશ્વકર્મા પણ જાગતા હતા. તેમની સૂચના હતી કે, ઓપરેશનની પળેપળની વિગતો તેમને આપતા રહેવું. અમિત વિશ્વકર્માએ પણ કોસ્ટ ગાર્ડની બીજી બોટ કાંઠે એલર્ટ રખાઇ હતી. જો કોઇ અણધારી ઘટના ઘટે તો તે પોતે દરિયામાં જવા તૈયાર હતા.

કોસ્ટ ગાર્ડના કોમ્યુનિકેશન સેટ પર અમિત વિશ્વકર્માને મેસેજ અપાયો કે, “બોટ ટ્રેસ કરી લેવાઇ છે”. આ સાંભળતા જ આઈ.જી અમિત વિશ્વકર્માના મનમાં ઉત્તેજના અને ઉચાટનું લખલખુ પ્રસરી ગયું. બીજી તરફ ઓપરેશનમાં જોડાયેલી કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમે અલ-હજ બોટને ફ્લડ લાઇટ અને માઈકથી સૂચના આપી રોકાઇ જવા કહ્યું. જો કે, આરોપી સુરક્ષા એજન્સીની બોટ જોઇ પાકિસ્તાની જળ સીમા તરફ ભાગ્યા. બોલીવૂડની ફિલ્મના કોઇ દ્રશ્યની જેમ જ કોસ્ટ ગાર્ડની દરિયામાં ઉભી રહી ગયેલી બોટના એન્જીન સ્ટાર્ટ થયા અને ભાગતી અલ-હજ બોટનો પીછો શરૂ થયો. કોસ્ટ ગાર્ડના જવાનોએ પોલીસની સૂચના મળતા જ એલર્ટ માટે અલ-હજની આગળ અને પાછળ ઓટોમેટીક ગનથી ધાણીફૂટ ગોળીબાર શરૂ કર્યા. કોસ્ટ ગાર્ડના જવાનોને પણ પાણીમાં બોટ રોકવા માટે બોટની આગળ અને પાછળ ફાયરીંગ કરવાની એક વિશેષ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. આમ છતાં જો બોટ ન રોકાય તો તે બોટના એન્જીન કેબીન પર ફાયરીંગ કરવામાં આવતુ હોય છે.

મધરાતનો સમય અને મધદરિયે ઘુઘવતા દરિયામાં ગોળીબારના અવાજે ધણધણાટી બોલાવી દીધી. પાકિસ્તાની માછીમારો ગભરાઇ ગયા અને અંતે બોટ થંભાવી દીધી. આ ઘટના ગુજરાતના કાંઠેથી દરિયામાં 40 નોટીકલ માઇલ અંદર એટલે કે ભારત અને પાકિસ્તાનની જળ સીમા પર ઘટી. પાકિસ્તાની બોટ ઉભી રહેતા જ એટીએસ અને કોસ્ટગાર્ડના જવાનો અલ-હજમાં કુદી પડ્યા. તમામ સુરક્ષાકર્મીઓને ખ્યાલ હતો કે, આ IMBL (International Maritime Boundary Line)છે. એટલે કે, દરિયાની આંતરરાષ્ટ્રીય સરહદ. અહીં સામેથી પાકિસ્તાની આર્મી પણ આવી શકે છે. તાબડતોબ અલ-હજમાં સવાર 9 માછીમારોને રાઉન્ડ અપ કરાયા અને બોટ ખેંચીને ગુજરાતના કાંઠા તરફ ખેંચી લવાઇ. ઓપરેશન લગભગ દોઢેક કલાક ચાલ્યું ત્યાં સુધી એટીએસ આઈજી પણ ગાંધીધામમાં જાગતા હતા.

ઓપરેશન પૂર્ણ થયું અને બોટને પકડી કાંઠે લાવી રહ્યાનો મેસેજ મળતા જ આઈ.જી અમિત વિશ્વકર્માએ કોસ્ટ ગાર્ડના અન્ય અધિકારીઓને થમ્બ બતાવી કહ્યું…”સક્સેસ…”

આ પણ વાંચો-Kutch: જખૌના દરિયા કિનારાથી ATSએ ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો, 9 પાકિસ્તાનીઓની ધરપકડ

Published On - 6:16 pm, Tue, 26 April 22

Next Article