પોતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કરવા માટે યુવકે પાર કરી માણસાઈની તમામ હદો, તમે પણ આશ્ચર્યચક્તિ થશો

|

Feb 02, 2019 | 5:03 PM

મનપસંદ યુવતી સાથે લગ્ન કરવા તેને ઈમ્પ્રેસ કરવા લોકોના અવનવા અખતરા અનેકવાર સાંભળવામાં આવ્યા છે પણ યુવતીને પામવા તેને બદનામ કરવાનો ગુનો આચરવાનો કિસ્સો ભરૂચમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં એક તરફી પ્રેમમાં ભુજના સતુભા જાડેજાએ ભરૂચની યુવતીના નામનું ફેક ફેસબુક આઇડી બનાવી અસ્લીલ ફોટા અને બીભત્સ કોમેન્ટ દ્વારા બદનામ કરવાની કોશિશ કરતા સતુભાની ભરૂચ પોલીસે […]

પોતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કરવા માટે યુવકે પાર કરી માણસાઈની તમામ હદો, તમે પણ આશ્ચર્યચક્તિ થશો

Follow us on

મનપસંદ યુવતી સાથે લગ્ન કરવા તેને ઈમ્પ્રેસ કરવા લોકોના અવનવા અખતરા અનેકવાર સાંભળવામાં આવ્યા છે પણ યુવતીને પામવા તેને બદનામ કરવાનો ગુનો આચરવાનો કિસ્સો ભરૂચમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં એક તરફી પ્રેમમાં ભુજના સતુભા જાડેજાએ ભરૂચની યુવતીના નામનું ફેક ફેસબુક આઇડી બનાવી અસ્લીલ ફોટા અને બીભત્સ કોમેન્ટ દ્વારા બદનામ કરવાની કોશિશ કરતા સતુભાની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે.

આરોપી યુવતીના નામનું ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કરી યુવતીના નામે અશ્લીલ ફોટા અને બીભત્સ કોમેન્ટ કરી હતી આ એકાઉન્ટ દ્વારા લોકોમાં યુવતી ચરિત્રની સારી ન હોવાની વાત ફેલાવવા માંગતો હતો જેથી અન્ય કોઈ યુવાન યુવતી સાથે લગ્ન ન કરે અને બદનામ યુવતીના લગ્ન થતા ન હોવાથી પોતે અહેસાન જતાવી તેણી સાથે લગ્ન કરવા માંગતો હતો.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

માર્ચ ૨૦૧૮ માં બનાવાયેલ આ એકાઉન્ટ ઓપરેટ કરનારને યુવતી શોધી રહી હતી પરંતુ તેને સફળતા મળી ન હતી આખરે યુવતીએ નવેમ્બર 2018માં પોલીસને ફરિયાદ કરી હતી  ટ્રેકિંગ દરમિયાન ફેસબુક એકાઉન્ટ ભુજમાંથી ઓપરેટ થતું હોવાની માહિતી મળતા ભરૂચ સાઇબર સેલ ની ટીમ ભુજના મોટા રેહા ગામ પહોંચી હતી.આરોપીને પકડવા ભરુચ સાઇબર સેલ અને ભુજ પોલીસ સતુભા જાડેજાના ઘરે મોટા રહે ગામ પહોંચી ત્યારે અહીં આ આરોપીએ હાઈવોલ્ટેજ ડ્રામા ભજવ્યો હતો પોલીસને ડરાવવા સતુભા એ તેના જ ઘરને આગ લગાડી હતી જેમાં તે તેની માતા અને બહેનો સાથે ફસાઈ ગયો હતો.પોલીસે સ્થાનિકોની મદદથી પરિવારના ચાર સભ્યોને સળગતા ઘરમાંથી સલામત બહાર કાઢી આરોપીની ધરપકડ કરી ભરૂચ લાવી હતી.

[yop_poll id=”1009″]

Next Article