આ વ્યક્તિએ નામચીન ફિલ્મ કંપનીને ઈમેઈલ કર્યો, ‘અમદાવાદમાં રાફેલ દ્વારા બલાસ્ટ થવાનો છે’, જાણો પછી શું થયું

|

Nov 07, 2021 | 6:58 AM

મુંબઈ સોની પિક્ચર્સને ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે અમદાવાદના ગુરુદ્વારામાં રાફેલ એર ક્રાફ્ટ દ્વારા બલાસ્ટ થવાનો છે.

આ વ્યક્તિએ નામચીન ફિલ્મ કંપનીને ઈમેઈલ કર્યો, અમદાવાદમાં રાફેલ દ્વારા બલાસ્ટ થવાનો છે, જાણો પછી શું થયું
One person emailed Sony Pictures and said 'Rafale is about to blast in Ahmedabad'

Follow us on

‘અમદાવાદના ગુરુદ્વારામાં રાફેલ એર ક્રાફ્ટ દ્વારા બલાસ્ટ થવાનો છે. અને તેનું પેમેન્ટ અમદાવાદથી ચૂકવાયું છે.’ આવો મેસેજ મળતા શહેરભરની પોલીસ દોડતી થઇ ગઈ હતી. જોકે પોલીસ તપાસમાં આ ધમકીનું કાર્યું માત્ર બદલાની અપેક્ષાથી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

4 તારીખે સોની પિકસચર્સ પ્રા. લી. ને એક ઈમેઈલ મળ્યો હતો. જેમાં રાફેલ દ્વારા બ્લાસ્ટ  થવાની વાતનો ઉલ્લેખ હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે (it’s inform that ki ahmedabad guurdwara me blast hone waala he. Wo bhi rafel airceraft che. AAP YE BAAT sony channel me NP siing ko information send kar dena. Over and out. rafel airceraft ka payment ahmedabad se kiya gaya he.)

આ પ્રકારનો બૉમ્બ બ્લાસ્ટનો મેઈલ મળ્યો હોવાથી, મુંબઈ પોલીસે અમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટેક્નિકલ ટીમે તપાસ કરતા આવો ધમકી ભર્યો ઈમેલ કરનારના જીમેઇલ પરથી શોધખોળ સહ્રું કરી હતી. આ શોધખોળમાં શાહીબાગના નિલેશ પરમારે મેઈલ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ જીમેઇલમાંથી આ મેઈલ કર્યો હતો. જેમાં ગુરુદ્વારામાં બ્લાસ્ટ થવાનો છે અને તે રાફેલથી થવાનો છે. આનું પેમેન્ટ અમદાવાદથી કરાયું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી નિલેશની ધરપકડ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ક્રાઇમ બ્રાન્ચે આરોપી નિલેશની પૂછપરછ કરાતા આરોપી વર્ષ 2013 માં ટીવી સિરિયલના ડિજિટલ પ્રોજેકટ માટે મુંબઈ ખાતે સોની ટીવીની ઓફિસે ગયો હતો. જ્યાં તેને પ્રવેશ આપ્યો નહોતો અને આજદિન સુધી તેને ન બોલાવતા તેણે આ ધમકી ભર્યા મેસેજ કર્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કર્યો છે. જોકે આ ધમકી આપવા પાછળ અન્ય કોઈ કારણ છે કેમ તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે આરોપીની તપાસમા શુ નવા ખુલાસા થાય છે.

 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ગેડીયા ગામે પોલીસ દ્વારા એન્કાઉન્ટર, 2 વૉન્ટેડ આરોપીનું એન્કાઉન્ટરમાં મોત

આ પણ વાંચો: Ahmedabad: આગ – કુદરતી હોનારતમાં શહેરને બચાવતું ફાયર બ્રિગેડ કેટલું સક્ષમ? જાણો સ્ટાફથી લઈને વાહનો સુધીની વિગત

Next Article