SURAT : સુરતમાં કિડનીના બદલે 4 કરોડ આપવાના નામે થયેલી છેતરપિંડીમાં વધુ એક નાઇઝેરિયનની બેંગ્લોરથી સુરત સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરી છે. આ સમગ્ર કેસમાં બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર નાઇઝેરિયન સાગરિતને બેંગ્લોરથી ઝડપી પાડવામાં આવ્યો છે.
દેશની 40 જેટલી નામાંકિત હોસ્પિટલોના નામની ફેક વેબસાઈટ પણ બનાવી લોકો સાથે ઠગાઈ કરી છે. ઠગબાજ નાઇઝેરિયન ગેંગ દ્વારા લોકોને કિડનીના બદલામાં 4 કરોડ રૂપિયાથી માંડી સાત કરોડ રૂપિયા આપવા સુધીની લાલચ આપવામાં આવી હતી. આ ઠગબાજ ગેંગે દેશની 40 જેટલી નામાંકિત હોસ્પિટલોના નામની ફેક વેબસાઈટ પણ બનાવી લોકો સાથે ઠગાઈ કરી છે. વેબસાઇટમાં લોભામણી જાહેરાત કરી ટોળકીએ નાનપુરાના કાર દલાલને વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા 14.78 લાખ ખંખેરી લીધા બાદ પોલીસે ત્રણ નાઈઝેરિયનને ઝડપી લીધા હતા. જોકે હવે સાઇબર ક્રાઇમ પોલીસે આ ત્રણેય આરોપીઓને બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર નાઇઝેરિયન સાગરિતને બેંગ્લોરથી ઝડપી પાડી તેની ધરપકડ કરી છે.
આ ઠગબાજે હોસ્પિટલનું આઈકાર્ડ બતાવી અને સર્ટિફિકેટ બતાવી વિશ્વાસ કેળવ્યો હતો જેમાં નાનપુરા હબીબશા મહોલ્લોમાં રહેતા અને કાર દલાલીનું કામ કરતા અરબાઝ સેહબાઝ રાણાને વિશ્વાસમાં લીધો હતો. અરબાઝ સેહબાઝ રાણાની બહેનના લગ્નમાં ખર્ચ કરતા દેવુ થઈ ગયું હતું. જેથી અરબાઝે ઓગસ્ટ 2020 માં કિડની વેચવાનો વિચાર કરી ગૂગલમાં સેલ કિડની મની સર્ચ કર્યું હતું. જેમાં એક વેબસાઈટમા ક્લીક કરતા ડૉ.શિલ્પા કુમારનું નામ અને મોબાઈલ નંબર હતો તેની સાથે બેંગ્લોરની મનીપાલ હોસ્પિટલનો ફોટો પણ હતો.
અરબાઝે ફોન કરતા કટ થઈ ગયો હતો. થોડાવારમાં સામેથી વોટ્સઅપ કોલ કરી માહિતી મેળવી હોસ્પિટલનું આઈકાર્ડ બતાવી રજિસ્ટ્રેશન પેટે 10 હજાર ભરાવી ધી બોર્ડ ઓપ નેફ્રોલોજી એક્ઝામીન વીથનેશનલ કિડની ફેડરેશન સર્ટિફિકેટ મોકલી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ ખાતામાં બે કરોડ આવશે કહી ટ્રાન્સફર ફી પેટે રૂપિયા 35 હજાર પડાવ્યા હતા.
બીજા દિવસે RBIના ભળતા નામના આઈડી પરથી મેઈલ કરી 2 કરોડ જમા થઈ ગયા હોવાનું કહી ટુકડે ટુકડે કરી રૂપિયા 14,78,400 ખંખેરી લીધા હતા. આટલી મોટી રકમ જમા કરાવ્યા પછી પણ બે કરોડ જમા નહી થતા અરબાઝ બેગ્લોરની હોસ્પિટલમાં તપાસ કરવા માટે ગયો હતો ત્યારે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઈમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં સાયબર ક્રાઈમની ટીમે ટોટી ડેગો ગ્રેગોરી, કૌફડુ ટોટી ઓગસ્ટિન અને ગ્રોગોરીને ઝડપી પાડ્યા બાદ આજરોજ તેમને બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર પૌલ કેમેરા પેટેરને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડ્યો છે
આ પણ વાંચો : ગાંધીનગરમાં BJPની ભવ્ય જીત બદલ PM MODI અને ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી
આપણ વાંચો : 108 ના સ્ટાફની કાબિલ-એ-તારીફ ઇમાનદારી : અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીના આટલા રૂપિયા પરિવારને કર્યા પરત