NIAએ સચિન વાઝેની કરી ઘરપકડ, કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની કરશે માગ

|

Mar 14, 2021 | 11:46 AM

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલ મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર વિસ્ફોટક ભરેલ મળી આવેલ કાર મામલે, NIAએ મુંબઈ ક્રાઈમના એપીઆઈ સચિન વાઝેની 12 કલાકની પુછપરછ બાદ ઘરપકડ કરી છે.

NIA આજે મુંબઇ ક્રાઈમ બ્રાંચના એપીઆઈ  સચિન વઝેને કોર્ટ સમક્ષ રજૂ કરશે. NIA કોર્ટ સમક્ષ વઝેની કસ્ટડીની માંગ કરશે. આ પહેલા શનિવારે મોડી સાંજે વઝેની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ તેની એન્ટિલિયા નજીક વિસ્ફોટકોથી ભરેલી કારના સંબંધમાં ધરપકડ કરી હતી. આ પહેલા થાણેની સેશન્સ કોર્ટે શનિવારે વાઝેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે શરૂઆતમાં તેની સામે કેટલાક પુરાવા છે, ધરપકડથી બચવા માટે વઝેએ શુક્રવારે આગોતરા જામીન અરજી કરી હતી. આ કેસની આગામી સુનાવણી 19 માર્ચે થશે.

એન્ટિલિયા કેસમાં સચિન વઝેની NIAએ ધરપકડ કરી છે. વઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્ર વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (bjp) એ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે મોરચો માંડ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા રામ કદમે ટ્વીટ કરીને સચિન વઝેનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરી છે. રામ કદમે વઝેની ધરપકડ મામલે ઉદ્ધવ સરકારનો પણ શાબ્દિક ઘેરાવ કર્યો છે.

 

Published On - 11:42 am, Sun, 14 March 21

Next Video