નેવી જાસુસીકાંડમાં અલતાફહુસેન ઘાંચીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થયા મોટા ખુલાસાઓ

|

Oct 26, 2021 | 5:26 PM

આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ હજી પણ 10થી વધુ ઇસમોની સઘન પૂછપરછ કરી રહી છે.

PANCHMAHAL : ભારતીય નેવીને લગતી ગુપ્ત માહિતીઓ પાકિસ્તાન પહોંચાડવા અંગેના જાસૂસીકાંડની તપાસ તેજ થઈ ગઈ છે.. ગોધરાના અલતાફહુસેન ઘાંચીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ દ્વારા અલતાફને ગોધરાની સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ મંજુર થતા અલતાફને હૈદરાબાદ લઈ જવાશે.

આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ હજી પણ 10થી વધુ ઇસમોની સઘન પૂછપરછ કરી રહી છે. આ પુછપરછમાં ખુલાસો થયો છે કે, અલતાફ ભારતીય સીમકાર્ડ ખરીદીને સીમકાર્ડને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીને આપતો હતો.પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ અલગ અલગ ભારતીય મોબાઈલ નંબરો પર વ્હોટ્સએપ એક્ટિવ કરી ઉપયોગ કરતી હતી.બાદમાં આજ વ્હોટસએપ પ્રોફાઈલોનો ઉપયોગ નેવીના અધિકારીઓને હનીટ્રેપ કરવા માટે કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

ભારતીય નેવીને લગતી ગુપ્ત માહિતીઓ પાકિસ્તાન પહોંચાડવા અંગેના જાસૂસીકાંડની તપાસ માટે હવે આંધ્રપ્રદેશની ટીમ ગોધરા આવી હતી. આ ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને પહોંચાડવા મામલે આંધ્રપ્રદેશમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ માટે આંધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલિજન્સની સ્કવૉડ ગોધરા આવી હતી. જાસૂસીકાંડ મામલે આંધ્રની ટીમે ગોધરામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.આંધ્રની ટીમે ગોધરાના પશ્ચિમ વિસ્તારોમાં સર્ચ કરી 5થી વધારે શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો : ભાવનગર : દિવાળી નિમિતે બજારોમાં તેજીનો માહોલ, મોટી ઘરાકીથી વેપારીઓ ખુશખુશાલ

આ પણ વાંચો : 6 દિવસના બાળકને શોધવામાં વડોદરા પોલીસને મળી મોટી સફળતા, જાણો ક્યાંથી મળી આવ્યું બાળક

Next Video