
મુંબઈના તારદેવથી એક શરમજનક ઘટના સામે આવી છે. એક 40 વર્ષીય મહિલા પર 16 વર્ષના છોકરા સાથે યૌન શોષણ કર્યું હોવાનો આરોપ છે. હાલ મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર પીડિત મહિલાનો સંબંધી છે અને તેના ઘરે જ રહેતો હતો. તે થોડા મહિના પહેલા જ યુપીથી આવ્યો હતો.
મહિલાએ ગયા મહિને છોકરા સામે ફોજદારી કેસ દાખલ કર્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે છોકરાએ ઘરમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તે સમયે મહિલાએ દાવો કર્યો હતો કે છોકરો 20 વર્ષનો છે. આ પછી પોલીસે બળાત્કારના આરોપમાં છોકરાની ધરપકડ કરી હતી. જો કે, તપાસમાં જાણવા મળ્યું કે છોકરો 16 વર્ષનો અને સગીર હતો. આ પછી તેને જુવેનાઈલ હોમમાં મોકલી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ઈ-કોમર્સ કંપનીઓ સાવધાન ! ડાર્ક પેટર્નને લઈ સરકારે જાહેર કરી ગાઈડલાઈન, ભંગ કરવા પર થશે આટલા લાખનો દંડ
છોકરાની ધરપકડ બાદ પીડિતાની માતાએ યુપીથી મુંબઈ આવીને આરોપ લગાવ્યો કે મહિલાએ તેના પુત્રનું યૌન શોષણ કર્યું હતું. આ પછી, છોકરાની માતાએ મહિલા પર જાતીય સતામણીનો આરોપ લગાવતા તેની સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. તારદેવ પોલીસ સ્ટેશનમાં POCSO કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.