મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ફિલ્મી સ્ટાઈલમાં ક્રુઝ (Cruise Rave Party) પર દરોડા પાડ્યા અને 8 લોકોની અટકાયત કરી. તેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન (Shahrukh Khan Son Aryan) પણ સામેલ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડીજી એસએન પ્રધાને અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષને કહ્યું કે અમે પેસેન્જર બનીને જ ક્રૂઝમાં છુપાઈ શક્યા હતા. આખી ટીમને શંકાના દાયરાથી દૂર રાખવાની હતી અને રીસ્કને પણ ઓછું કરવાનું હતું, આ કારણે જ અમે પેસેન્જર બનીને જ ક્રુઝની અંદર દાખલ થયા.
પ્રધાને કહ્યું કે લાંબા સમયથી ગુપ્તચર અહેવાલો મળી રહ્યા હતા અને જ્યારે આખરે પુષ્ટિ થઈ કે કાર્યવાહી કરી શકાય તેમ છે, ત્યારે અમે આ પગલું ભર્યું. દરોડામાં 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. રેડમાં ઘણાં પ્રકારના ડ્રગ્સ મળ્યા હતા જેમાં એમડીએમએ અને ચરસનો સમાવેશ થાય છે.
જોડાયેલા તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે
TV9 भारतवर्ष पर NCB चीफ एसएन प्रधान EXCLUSIVE@puneetauthor | #NCBChief | #CruiseParty | #Raid | #MumbaiPolice | #DrugsParty | #Cordeliaship | #raveparty | #Bollywood pic.twitter.com/T6rHfW6Pmm
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) October 3, 2021
જ્યારે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે કોઈ પણ વ્યક્તિના નામ વિશે ટિપ્પણી કરી શકે નહીં. પરંતુ કેટલાક બોલિવૂડ કનેક્શન પણ મળ્યા છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે. કનેક્ટેડ તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે.
પ્રથમ દ્રષ્ટિએ પુરાવા મળ્યા
ડીજી એસએન પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે 1800 લોકોમાંથી 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, ત્યારે ચોક્કસપણે પ્રથમ દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળ્યા છે. પ્રાથમિક પુરાવાના આધારે તમામની અટકાયત કરવામાં આવી છે. ટૂંક સમયમાં કેટલાક વધુ લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. પ્રધાને જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં ડાર્ક નેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાર્કનેટ એ ઇન્ટરનેટનો એ ભાગ છે જે ખતરનાક છે. લોકો નકલી નામો સાથે ડાર્ક નેટ પર આવે છે. ડ્રગ્સ કેવી રીતે જહાજ સુધી પહોંચી અને સપ્લાયર્સ કોણ હતા, આખી ચેઇન પકડાઇ જશે.
આ પણ વાંચો : Aryan Khan Drug Case: કોઈ ફિલ્મના સીનથી કમ નથી આ રેઇડની કહાની, પાર્ટીમાં પ્રવેશવા રાખ્યો હતો આ સિક્રેટ કોડ