જનેતાએ જ 18 મહિનાના નિર્દોષ દિકરાને નિર્દયતાથી માર્યો માર, વાયરલ વીડિયો જોઈને લોકો થઈ ગયા સ્તબ્ધ

|

Aug 31, 2021 | 1:29 PM

હાલ એક માતાનો તેના બાળકને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જનેતાએ જ 18 મહિનાના નિર્દોષ દિકરાને નિર્દયતાથી માર્યો માર, વાયરલ વીડિયો જોઈને લોકો થઈ ગયા સ્તબ્ધ
Viral Video Screenshot

Follow us on

દુનિયામાં કોઈ પણ માતા તેના બાળક કરતાં વધુ કોઈને પ્રેમ કરી શકે નહીં. ઘણીવાર આપણે આવા ઘણા સમાચારો વિશે સાંભળ્યું હશે, જેમાં એક માતા પોતાના બાળકનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. પરંતુ જો કોઈ એમ કહે કે સ્ત્રી તેના બાળકને નિર્દયતાથી માર મારે છે, તો તે માનવું મુશ્કેલ બનશે. પરંતુ આ હાલ એક માતાનો તેના બાળકને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક માતા તેના 18 મહિનાના બાળકને ઢોર માર મારી રહી છે. આ વીડિયો જોયા પછી ઘણા લોકો સ્તબ્ધ ગયા. એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો તમિલનાડુના વિલ્લુપુરમનો છે. બાળકને માર મારવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી અને મહિલાની ધરપકડ કરી. ફેબ્રુઆરીમાં આ વીડિયો શૂટ દ્વારા મહિલાની ઓળખ તુલસી તરીકે કરવામાં આવી છે.

Viral Video Screenshot

આ વીડિયો જોયા બાદ ઘણા લોકો માનવા તૈયાર ન હતા કે માતા કેવી રીતે દૂધ પીતા બાળકને આવો ઢોર માર મારી શકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે માતા બાળકને ખરાબ રીતે મારતી હોય છે. તેને મુક્કો મારતા જોઇ શકાય છે. બાળકના નાક અને મોંમાંથી પણ લોહી વહેવા લાગે છે. તે જ સમયે, અન્ય વીડિયોમાં, બાળકનો પાછળનો ભાગ દેખાતો હતો, જેના કારણે માર મારવાથી તેના શરીર પર ઈજાના નિશાન પણ રહી ગયા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મહિલાના પતિની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે બાળકની માતા વિરુદ્ધ IPCની અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જેમાં કલમ 75 (બાળકનો ગાળો આપવી), કલમ 323 (ઇરાદાપૂર્વક ઈજા પહોંચાડવી), કલમ 355 (અપમાન કરવાના ઇરાદા સાથે હુમલો) હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી. તે જ સમયે, તુલસીને મનોચિકિત્સક ડોક્ટર પાસે લઈ જવામાં આવી. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.

લગ્ને લગ્ને કુંવારા યુવકે કર્યા 6 લગ્ન

બિહારના (Bihar) વૈશાલી જિલ્લામાંથી પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આવેલા એક યુવકે આ વિસ્તારની 6 મહિલાઓ સાથે લગ્ન કર્યા અને તેમના પૈસાથી મોજ મસ્તી કરી રહ્યો હતો. આમાંની એક પણ પત્નીઓને આ શખ્સની વાસ્તવીકતા વીશે જાણ નહોતી. પરંતુ જ્યારે આ પત્નીઓ સામે રહસ્ય ખુલ્યું ત્યારે તેઓએ તેની ખુબ ધોલાઈ કરી હતી. હાલમાં આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

 

આ પણ વાંચો: લગ્ને લગ્ને કુંવારા યુવકે કર્યા 6 લગ્ન, આ રીતે ભાંડાફોડ થતા લોકોએ કરી ધોલાઈ

આ પણ વાંચો:  GATE Registration 2022: GATE પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા ક્યારે યોજાશે

Next Article