Mehsana : વિડા રિસર્ચ સેન્ટરમાં વોલેન્ટરની સંખ્યા વધારવાનું કૌભાંડ ઝડપાયું, કેમેરો નજરે પડતા જ કર્મચારીઓમાં નાસભાગ

|

Feb 14, 2021 | 2:20 PM

Mehsana : વિડા રિસર્ચ સેન્ટરમાં વોલેન્ટરની સંખ્યા વધારવાનું કૌભાંડ ઝડપાયું છે. મીડિયાનો કેમેરા જોતા જ વિડાના કર્મીઓ ભાગ્યા હતા.

Mehsana : વિડા રિસર્ચ સેન્ટરમાં વોલેન્ટરની સંખ્યા વધારવાનું કૌભાંડ ઝડપાયું છે. મીડિયાનો કેમેરા જોતા જ વિડાના કર્મીઓ ભાગ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોરથી બેઝમેન્ટમાં કર્મીઓ ભાગી ગયા હતા. બેઝમેન્ટમાં કવરેજ માટે જતા સિડી ચડીને ઉપરની બાજુ કર્મીઓ ભાગ્યા હતા. અને, વિડા ક્લિનિકનું કવરેજ નહીં કરવા માટે પણ સિક્યુરિટી ઉભી કરી દેવાઈ હતી. અહીં નોંધનીય છેકે મહેસાણામાં વિડા ક્લિનિક સેન્ટરમાં કૌભાંડ ચાલતું હતું. મહેસાણા બાયપાસ રોડ પર આવેલું છે રિસર્ચ ક્લિનિક. જયાં, વોલેન્ટરોની સંખ્યા વધારવા નકલી આધારકાર્ડ પણ બનાવી આપવામાં આવ્યા છે. ક્લિનિકના સુપરવાઈઝર, એડમીન, ઇન્ચાર્જ ડૉકટર સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે તપાસ આરંભી છે.

 

Next Video