MEHSANA : ખેરાલુમાં આંગડીયા પેઢીમાં થયેલી લૂંટના કેસમાં 6 આરોપીઓ ઝડપાયા

|

Aug 16, 2021 | 8:31 PM

પોલીસને બાતમી મળી હતી કે લૂંટના આરોપીઓ મુદ્દામાલ સગેવગે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે..જે દરમિયાન પોલીસે વોચ ગોઠવીને આરોપીઓને ઝડપી લીધા હતા.

MEHSANA : મહેસાણાના ખેરાલુની વસંત અંબાલાલ આંગડીયા પેઢીની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે…અને લૂંટમાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.પોલીસને બાતમી મળી હતી કે લૂંટના આરોપીઓ મુદ્દામાલ સગેવગે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે..જે દરમિયાન પોલીસે વોચ ગોઠવીને આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસે લૂંટ કેસમાં કુલ 4 લાખ 54 હજારની રોકડ અને હીરાનો જથ્થો કબજે કર્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓએ અગાઉ વર્ષ 2018માં વસંત અંબાલાલની પેઢીમાં આજ લૂંટારૂએ લૂંટને અંજામ આપ્યો હતો. આ આરોપીઓ અન્ય કયા કયા ગુનામાં સંડોવાયેલા છે તેની પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : AHMEDABAD : બોપલ ગ્રીન બંગલોમાં દંપત્તિ પર જીવલેણ હુમલો કરી 18 લાખની લૂંટ કરનારા ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા

આ પણ વાંચો : Shravan 2021 : શિક્ષકે માટીમાંથી 12 જ્યોતિર્લીંગની પ્રતિકૃતિઓ બનાવી, લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું છે સ્થાન

Next Video