Mehsana: ઉનાવા ગામની સીમમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

|

Mar 07, 2021 | 11:59 PM

Mehsana: ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાડતી વધુ એક ઘટના Mehsanaમાં સામે આવી છે. મહેસાણાના ઉનાવા (Unawa) ગામની સીમમાંથી પોલીસે નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે.

Mehsana: ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાડતી વધુ એક ઘટના Mehsanaમાં સામે આવી છે. મહેસાણાના ઉનાવા (Unawa) ગામની સીમમાંથી પોલીસે નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે બાતમીના આધારે રમેશ હીરાભાઈ ચૌધરી નામના શખ્સના ખેતરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન તેના નકલી દારૂ બનાવવાના કારોબારનો પર્દાફાશ થયો હતો. પોલીસે રમેશ ચૌધરીની ધરપકડ કરી છે. રમેશ ચૌધરી પોતાના ખેતરની ઓરડીમાં દારૂ બનાવતો હતો. પોલીસે રેડમાં 495 નંગ નકલી દારૂની બોટલ અને દારૂ બનાવવાના સાધનો મળીને કુલ રૂ.2.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં હજુ પણ બે આરોપીઓ ફરાર છે. પોલીસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

 

 

આ પણ વાંચો: MODI IN BENGAL: કોઈએ મોદીનું માસ્ક પહેર્યું તો કોઈ બન્યું હનુમાનજી, જુઓ PM મોદીની રેલીના રસપ્રદ PHOTOS

Next Video