
ઉત્તરપ્રદેશમાં સામુહિક બળાત્કાર (Gang Rape) બાદ બળજબરીથી ધર્મ પરિવર્તન (Forceful Religion conversion) કરીને લગ્ન કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં બાગપતના બારૌત કોતવાલી વિસ્તારના એક ગામમાં યુવકે એક યુવતીને ધર્મ પરિવર્તિત કર્યા બાદ નિકાહ કર્યા. આ પછી તેના સંબંધીઓ સાથે મળીને તેની સાથે ગેંગરેપ કર્યો. ગુરુવારે પોલીસે પીડિતાની ફરિયાદ પર આઠ લોકો સામે રિપોર્ટ નોંધ્યો હતો. બીજી તરફ હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ આરોપીની ધરપકડ કરવાની માંગ કરી છે.
પીડિતાએ જણાવ્યું કે, કૈરાના વિસ્તારના એક ગામનો એક યુવક તેના ઘરની પડોશમાં સલૂન ચલાવતો હતો. યુવકે તેનું નામ સોનુ તરીકે હિન્દુ ધર્મ સાથે સંબંધિત હોવાનું જણાવ્યું હતું, જ્યારે તે મુસ્લિમ છે. જે બાદ ઓરોપીએ યુવતીને લાલચ આપી અને તેને તેના પ્રેમના જાળમાં ફસાવી દીધી.
આ પછી આરોપી યુવકે તેના સગા ભાઈ, ભત્રીજા અને બનેવી સાથે મળીને 26 જાન્યુઆરી 2019ના રોજ તેની સાથે સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો. પીડિતાનો આરોપ છે કે, આરોપીએ આ કૃત્યનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી અને લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું.
આ પછી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને યુવતી સાથે નિકાહ કર્યા. એટલું જ નહીં પીડિતાનો આરોપ છે કે, ધર્મ પરિવર્તન કર્યા બાદ તેને બીફ પણ ખવડાવવામાં આવ્યું હતું. તેણીને તેની સાથે જુદી-જુદી જગ્યાએ લઈ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. 20 જુલાઈ 2021ના રોજ, તે તેમને ચકમો આપીને ત્યાંથી ભાગી ગઈ. જ્યારે પીડિતા કોઈક રીતે તેમની પકડમાંથી છટકી તેના ઘરે પહોંચી અને પરિવારના સભ્યોને ઘટના વિશે જાણ કરી. જે બાદ પરિવાર તેને કોતવાલી લઈ ગયો જ્યાં તેણે આઠ લોકોના નામની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે યુવતીની ફરિયાદ પર આઠ લોકો સામે રિપોર્ટ નોંધ્યો હતો. બીજી તરફ આ ઘટનાને લઈને હિન્દુ જાગરણ મંચના કાર્યકરોમાં રોષ છે. જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, જો આરોપીઓની જલ્દી ધરપકડ કરવામાં નહીં આવે તો રસ્તા પર ઉતરીને આંદોલન કરવામાં આવશે. તે જ સમયે, સીઓ બારાઉત આલોક કુમારે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદ પર, ઇર્શાદ અલી, આયુબ, બિલુ, મહેબૂબ, નૌશાદ, ઝિંદા, સમીર, સોમિન સામે કલમ 376 ડી, 323, 504, 506, 420, 467, 466, ધર્મ વિરોધી ધર્મ પરિવર્તન પ્રતિકાર અધિનિયમ 2020 ની કલમ 3, 5 (1) માં 471 અને યુપીના ધર્મ પરિવર્તન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.
Published On - 9:42 pm, Fri, 6 August 21