વેપારીની આંખમાં મરચું નાખી સોનાના દાગીનાની લૂંટનો પ્રયાસ, જુઓ ઘટનાનો વિડીયો

|

Oct 26, 2021 | 6:25 PM

દુકાનદારે બુમાબુમ કરતા લૂંટારુઓ સોનાના દાગીના છોડી ભાગી છૂટ્યા હતા. લૂંટના પ્રયાસની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

SURAT : સુરતના લિંબાયતમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. લિંબાયતમાં મીઠીખાડી કમરૂનગરમાં એ.બી.જવેલર્સમાં લૂંટનો પ્રયાસ થયો છે. અહી દુકાનદારની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રાહકના સ્વાંગમાં આવી એક લૂંટારુંએ દુકાનદારની આંખમાં મરચાની ભૂકી નાખી અને સોનાનાં દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો. જો કે દુકાનદારે બુમાબુમ કરતા લૂંટારુઓ સોનાના દાગીના છોડી ભાગી છૂટ્યા હતા. લૂંટના પ્રયાસની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

વિડીયોમાં આપ જોઈ શકો છો એક લૂંટારો શખ્સ ગ્રાહક બનીને આવે છે અને જવેલર્સની શોપમાં વિવિધ દાગીના ખરીદવા માટે દાગીના જોવાનો ઢોંગ કરે છે. પોતાનો ઇરાદો પાર પાડવા તે યોગ્ય સમયની રાહ જુએ છે અને વેપારીને વધુ ઘરેણાં બતાવવા કહે છે. જેવી તક મળે કે તરત જ તે તેના ખિસ્સામાં હાથ નાખે છે અને તેમાંથી મરચાની ભૂકી કાઢી વેપારીના મોઢા પર ફેંકે છે અને દાગીના તફડાવી ભાગવાનો પ્રયાસ કરે છે. જો કે વેપારીએ ચશ્માં પહેર્યા હોવાથી આંખમાં મરચું જતું નથી અને તેણે સતર્કતા દાખવી લૂંટારૂનો પીછો કર્યો અને બુમાબુમ કરી મૂકી હતી. પકડાઈ જવાના ડરથી લૂંટારૂ દાગીના મુકીને પલાયન થઇ ગયા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસના ગ્રેડ પે મામલે આંદોલનના એંધાણ, અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે અન્ન-જળનો ત્યાગ કર્યો

આ પણ વાંચો : LPG ના વધતા ભાવ વચ્ચે વિજળીથી ઈ-કુકિંગ રસોઈ કરવી સસ્તી પડશે, મોંઘવારીના સમયમાં એક સારો વિકલ્પ

Next Video