મુંબઈ: ટ્રેનના ટોઈલેટમાં સ્પાય કેમ ફીટ કરનારા આરોપીને પોલીસે ઝડપ્યો

|

Mar 21, 2021 | 11:36 PM

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે એક ચેતવણીરૂપ સમાન કિસ્સો સામે આવ્યો છે. રેલવે પોલીસે ટ્રેનના ટોયલેટમાં સ્પાય કેમ ફીટ કરનારા આરોપીને ઝડપી લીધો છે.

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે એક ચેતવણીરૂપ સમાન કિસ્સો સામે આવ્યો છે. રેલવે પોલીસે ટ્રેનના ટોયલેટમાં સ્પાય કેમ ફીટ કરનારા આરોપીને ઝડપી લીધો છે. મુંબઈના બ્રાંદ્રામાં આ ઘટના બની છે. બ્રાંદ્રાથી ભગત કી કોઠી ટ્રેનના ટોયલેટમાં આરોપી જહીરૂદ્દીન હુસેન શેખે સ્પાય કેમ લગાવ્યો હતો. મુળ યુપીનો અને સાયન્સનો અભ્યાસ કરનારો આરોપી ટ્રેનમાં હાઉસકિપિંગ સુપરવાઈઝર છે.

 

16મી માર્ચે એરફોર્સ અધિકારીના ધ્યાનમાં આ કેમેરો આવ્યો અને તેમને રેલવે પોલીસ અને ટીસીને આ અંગે જાણ કરી. જે બાદ રેલવે પોલીસે આરોપી જહીરૂદ્દીન હુસેન શેખને ઝડપી પાડ્યો હતો. આ આરોપી સ્પાય કેમમાં 3-4 કલાકનું રેકોર્ડિંગ કરતો હતો. આ આરોપી રેકોર્ડિગ કોઈ સાઈટ પર અપલોડ કરતો હતો કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: ભારત-ચીનની વચ્ચે આ અઠવાડિયે થઈ શકે છે કોર કમાન્ડર લેવલની 11મી બેઠક

Next Video