Ahmedabad: નકલી કંપની બનાવી અન્ય કંપની સાથે આચરી લાખો રૂપિયાની છેતરપિંડી, એક આરોપીની ધરપકડ

અમદાવાદમાં નકલી કંપની બનાવી અન્ય કંપની પાસેથી ટી.એમ. ટી. સળિયાનો ઓર્ડર આપી માલ લઇને પૈસા નહિ ચૂકવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી. એક આરોપીનો ધરપકડ.

Ahmedabad: નકલી કંપની બનાવી અન્ય કંપની સાથે આચરી લાખો રૂપિયાની છેતરપિંડી, એક આરોપીની ધરપકડ
ફોટો - આરોપી
| Edited By: | Updated on: May 06, 2022 | 6:25 PM

Ahmedabad: શહેરમાં છેતરપિંડીના (Fraud) અલગ અલગ બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ આવોજ એક બનાવ શહેરના કૃષ્ણનગર પોલીસ (Ahmedabad Police) મથક વિસ્તારમાં સામે આવ્યો છે. ઘટનાની વિગત એવી છે કે, વી.એસ.ટ્રેડીંગ નામની કંપની સાથે ફોરમ કોર્પોરેશન નામની કંપનીએ છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં આરોપી ચેતનભાઈ રમણલાલ પંચાલે ફોરમ કોર્પોરેશન નામની કંપની કૃણાલભાઈ ઢોલરેયાના નામે બનાવી હતી. જે બાદ ફરિયાદીની વી.એસ. ટ્રેડીંગ નામની કંપનીને ટી.એમ.ટી. સ્ટીલનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ઓર્ડર ને આધારે ટી.એમ.ટી. સ્ટીલ મેળવ્યા બાદ સ્ટીલના નાંણા રૂપિયા 24,37,998 ચૂકવ્યા ન હતા અને છેતરપિંડી કરી હતી.

આટલે થી જ નહિ અટકતા આરોપી ચેતનભાઈ રમણલાલ પંચાલે પોતે કૃણાલભાઈ ઢોલરીયાનાને લોન મળે તેમ ન હોય તેના નામે લોન મળી શકે તેમ જણાવી તે કૃણાલભાઈ ઢોલરીયાના નામે ફોરમ કોર્પોરેશન નામની કંપની બનાવી તે કંપનીના તમામ વ્યવહારો ચેતનભાઈ પંચાલ નામનો વ્યક્તિ કરી રહ્યો હતો. ચેતન પંચાલે જ વી.એસ.ટ્રેડીંગમાં ટી. એમ. ટી. સ્ટીલનો ઓર્ડર આપ્યો હતો. જે ઓર્ડર મુજબનું સ્ટીલ મેળવી લઈ તેના રૂપિયા વી.એસ. ટ્રેડીંગને આપ્યો નહિ અને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.

આરોપીઓએ વી.એસ.ટ્રેડિંગ ઉપરાંત જે. કે સ્ટીલના માલિક કલ્પેશભાઇ તથા અંબિકા સ્ટીલ ટ્રેડર્સના માલિક શૈલેષભાઇ પટેલ પાસેથી પણ ટી.એમ.ટી. સ્ટીલ મેળવી લઈ તેના પણ રૂપિયા ચૂકવ્યા નહી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી બીજાના નામે કંપની શરૂ કરી પોતે આર્થીક લાભ મેળવી લેવાની ટેવવાળો હોવાનું પણ સામે આવ્યું છે. હાલતો પોલીસે આરોપી ચેતનભાઈ રમણલાલ પંચાલની ધરપકડ કરી છે અને આ આરોપીએ બીજા કોઈ ગુના કરેલ છે કે કેમ, તેની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત અન્ય કોઈની સાથે છેતરપીંડી કરી છે કે કેમ તે તપાસ હાથ ધરી છે.