UttarPradesh : ધર્મપરિવર્તન કેસમાં PMLA એક્ટ હેઠળ ED ની મોટી કાર્યવાહી, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા

|

Jul 03, 2021 | 5:13 PM

UttarPradesh conversion case : ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તનના આરોપમાં પકડાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ બાદ 32 જિલ્લાની પોલીસ તાપસમાં લાગી ગઈ છે. આ ત્રણ આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

UttarPradesh : ધર્મપરિવર્તન કેસમાં PMLA એક્ટ હેઠળ ED ની મોટી કાર્યવાહી, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા
FILE PHOTO

Follow us on

UttarPradesh conversion case : ઉત્તરપ્રદેશના ચકચારી ધર્મ પરિવર્તન કેસમાં ED એ મોટી કાર્યવાહી કરી છે. એક બાજુ આરોપીઓની પૂછપરછ બાદ ઉત્તરપ્રદેશની 32 જિલ્લાની પોલીસ તપાસમાં લાગી છે તો બીજી બાજુ આ કેસમાં PMLA એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરતા ED એ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા છે.

દિલ્હી, ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ દરોડા
ઉત્તરપ્રદેશમાં કેટલાક બહેરા વિદ્યાર્થીઓ અને ગરીબ લોકોના કથિત ધર્મપરિવર્તન (conversion) અને અ કામ માટે વિદેશથી ફંડિંગ મેળવવાના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 3 જુલાઈને શનિવારે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા.

શનિવારે ઇડીના અધિકારીઓએ દિલ્હીમાં જે સ્થળો પર દરોડા પાડ્યા તેમાં આઈડીસીની ઓફિસ તેમજ મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીર કાસમીના રહેઠાણો શામેલ છે. આ તમામ જગ્યાઓ દિલ્હીના જામિયાનગરમાં આવેલી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઉત્તરપ્રદેશમાં (ED) એ લખનૌ સ્થિત અલ હસન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ફાઉન્ડેશન અને ગાઇડન્સ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીની ઓફિસો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સંગઠનો ઉમર ગૌતમ ચલાવે છે અને આ કથિત ગેરકાયદેસર ધર્મ પરિવર્તન (conversion) કરવામાં મદદરૂપ છે.

મની લોન્ડરિંગનો કેસ કરી તપાસ શરૂ કરાઈ
ઇડીએ ઉત્તરપ્રદેશના કેટલાક બહેરા વિદ્યાર્થીઓ અને ગરીબ લોકોના કથિત ધર્મપરિવર્તન કરવાના મામલામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી કથિત ભંડોળ આપવા મામલે મની લોન્ડરિંગ (money laundering) નો ગુનાહિત કેસ નોંધ્યો છે.

શુક્રવારે આ વિશે માહિતી આપતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ FIRની સમકક્ષ ગણાતા એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) ને મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવી છે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ તપાસ એ આરોપો પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવશે કે ગેરકાયદેસર નાણાં વિદેશી કે દેશી સ્રોતો પાસેથી મેળવવામાં આવ્યા હતા.

1000 લોકોનું ધર્મપરિવર્તન કર્યાનો દાવો
ઉત્તરપ્રદેશ પોલીસ (UttarPradesh Police) ના એડીજી પ્રશાંત કુમારે મુફ્તી કાઝી જહાંગીર આલમ કાસમી અને મોહમ્મદ ઉમર ગૌતમની ધરપકડ બાદ મીડિયાને જણાવ્યું હતું કે ગૌતમ, જેમણે પોતે હિન્દુ ધર્મમાંથી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો, તેણે પોલીસ પૂછપરછમાં કબુલ્યું હતું કે લગ્ન, પૈસા અને નોકરીની લાલચથી તેણે ઓછામાં ઓછા 1000 લોકોનું ઇસ્લામમાં ધર્મપરિવર્તન (conversion) કરાવ્યું છે.

Next Article