ગુરુગ્રામમાં લક્ઝરી કાર ચોરી કૌભાંડનો પર્દાફાશ, રાજદ્વારીઓના નામે વાહનો વિદેશથી મંગાવાતા

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ(DIR) ને મળી મોટી સફળતા, DIR દ્વારા ગુરુગ્રામમાં લક્ઝરી કારની(Luxury Car) દાણચોરીનું રેકેટ ઝડપાયું, જેમાં રાજદ્વારીઓના નામે રેન્જ રોવર(Range Rover), લેન્ડ ક્રુઝર(Land Cruiser) જેવી 20 લક્ઝરી કારની ભારતમાં દાણચોરી કરીને 25 કરોડ રૂપિયાથી વધુનો કરચોરી કરવામાં આવી હતી.

ગુરુગ્રામમાં લક્ઝરી કાર ચોરી કૌભાંડનો પર્દાફાશ, રાજદ્વારીઓના નામે વાહનો વિદેશથી મંગાવાતા
Car Insurance
| Edited By: | Updated on: Jul 18, 2021 | 10:20 PM

જેમજેમ ટેકનોલોજીનો વ્યાપ વધતો જાય છે, તેમતેમ ગુનાઓનુ પ્રમાણ પણ વધતું જાય છે. માણસ પોતાની વૈચારીક શક્તિને ગુનાહીત પ્રવૃતિમાં વેડફી રહ્યો છે. ભારતમાં લક્ઝરી કારની દાણચોરીનું રેકેટ પકડાયું. જેમાં મોટા પ્રમાણમાં કરચોરી કરવામાં આવતી હતી.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ(DIR) ને મળી મોટી સફળતા, DIR દ્વારા ગુરુગ્રામમાં લક્ઝરી કારની(Luxury Car) દાણચોરીનું રેકેટ ઝડપાયું, જેમાં રાજદ્વારીઓના નામે રેન્જ રોવર(Range Rover), લેન્ડ ક્રુઝર(Land Cruiser) જેવી 20 લક્ઝરી કારની ભારતમાં દાણચોરી કરીને 25 કરોડ રૂપિયાથી વધુનો કરચોરી કરવામાં આવી હતી. આ કારો ભારતમાં આવતાની સાથે જ ખાનગી વ્યક્તિઓને વેચી દેવામાં આવી હતી.

ડીઆરઆઈના જણાવ્યા અનુસાર ડિરેક્ટર કચેરીને એવી માહિતી મળી હતી કે કેટલાક લોકો રાજદ્વારીઓના નામે ભારતમાં ઉચ્ચતમ લક્ઝરી ગાડીઓની દાણચોરીમાં સામેલ છે. આ લોકો આ કારો પાછળથી સામાન્ય નાગરીકને વેચે છે. જેને પગલે મોટા પ્રમાણમાં કસ્ટમ ડ્યુટીની ચોરી થઈ છે.

ડિરેક્ટોરેટ દ્વારા ‘ઓપરેશન મોન્ટે કાર્લો’ શરૂ કરાયું. આફ્રિકન રાષ્ટ્રના દિલ્હી સ્થિત રાજદ્વારીના નામે આયાત કરવામાં આવી આવી લક્ઝરી કાર વિશે સચોટ માહિતી પ્રાપ્ત થતાં, ડીઆરઆઈ અધિકારીઓએ બંદર પર પહોંચ્યા પછી વાહન પર નજર રાખી હતી અને કસ્ટમ્સ એક્ટ 1962 ની જોગવાઈઓ હેઠળ કુલ છ કાર કબજે કરવામાં આવી છે.

આ કેસમાં ગુરુગ્રામ સ્થિત લક્ઝરી કાર ડીલરશીપ બિગ બોય ટોયઝના સીઇઓ નિપૂન મિગલાની સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તે જ સમયે, બિગ બોય ટોયઝના સ્થાપક અને એમડી જતીન આહુજાએ કહ્યું કે તેમની કંપનીએ તાત્કાલિક અસરથી મિગલાનીને સીઈઓ પદ પરથી દૂર કરી દીધા છે.

ડીઆરઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે દુબઈ સ્થિત વ્યક્તિ અગાઉના કસ્ટમના ગુનામાં સંડોવાયેલો છે અને તે આ રેકેટનો મુખ્ય સૂત્રધાર છે. તે રાજદ્વારીઓના નામે યુકે, જાપાન અને યુએઈ જેવા દેશોમાંથી ભારતમાં લક્ઝરી કારની આયાત કરે છે.

નોંધનીય છે કે ભારત સરકારના રાજદ્વારી મિશનના સભ્યોના કેટલાક વર્ગના સભ્યો અને તેમના કુટુંબના સભ્યોને તમામ આયાત કરેલા માલ પરની કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ મળે છે.

 

આ પણ વાંચો : Monsoon session : સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાને કહ્યું, સંસદમાં સકારાત્મક ચર્ચા માટે સરકાર તૈયાર

Published On - 10:20 pm, Sun, 18 July 21