નેશનલ હાઇવે ઉપર લૂંટારુઓ દ્વારા લકઝરી બસમાં ફાયરિંગ, એક મુસાફર ઈજાગ્રસ્ત

|

Aug 24, 2021 | 7:16 AM

લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક મુસાફર ઈજાગ્રસ્ત થયો છે.

સમાચાર સાંભળો
નેશનલ હાઇવે ઉપર લૂંટારુઓ દ્વારા લકઝરી બસમાં ફાયરિંગ, એક મુસાફર ઈજાગ્રસ્ત
The robbers tried to rob by firing

Follow us on

ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ થયો છે. લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક મુસાફર ઈજાગ્રસ્ત થયો છે.ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે.

ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ નિયમિત મુસાફરી કરતા હોવાનું ધ્યાન પાર આવતા આજે આ બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટારુઓ મુસાફર બની બસમાં સવાર થયા હતા. નેશનલ હાઇવે ૪૮ ઉપર મુલદ નજીક એક મહારાષ્ટ્ર પાસિંગની અર્ટિગા કરે બસને ઉભી રાખી હતી. લૂંટારુઓએ અહીં બસના ચાલક અને ક્લીનર ઉપર હુમલો કરી આંગડિયા પેઢીના કર્મચારીઓને લોટવાનો પ્રયાસ કર્યો હતો. ભાવનગરના મુસાફર અનિલ ડાંગર લૂંટારુઓ સામે પડી બસનો દરવાજો બંધ કરવા પ્રયાસ કરતા લૂંટારુઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં અનિલ ઈજાગ્રસ્ત થયા હતા તો બુમરાણ મચી જતા લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા

ઘટનાં પગલે જિલ્લા પોલીસ અધીક્ષક આર વી ચુડાસમા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સૂત્રો અનુસાર ગતરાતે ગોપાલ ટ્રાવેલ્સની લક્સક્સઝરી બસ ભાવનગરથી સુરત રવાના થઇ હતી. બસ મળસ્કે ૪ વાગ્યાના અરસામાં નર્મદા નદી ઉપરનો ટોલ પસાર કરી મુલદ પહોંચી ત્યારે એક અર્ટિગા કરે બસને થોભાવી હતી. કારના આવ્યા બાદ બસમાં બેઠેલા લૂંટારુઓ પણ એક્ટિવ થઇ ગયા હતા. આ લૂંટારુઓએ આંગડિયાપેઢીના કર્મચારીઓને શોધી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો તો બહારથી લૂંટારુઓએ ચાલાક અને ક્લીનર પાર હુમલો કર્યો હતો. આ ઝપાઝપીમાં લૂંટારુઓનો સામનો મુસાફરોએ પણ કર્યો હતો. લૂંટારૂઓને બહાર ધકેલી બસનો દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરનાર અનિલ ડાંગર નામના મુસાફર ઉપ્પર લૂંટારુઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં તેને હાથમાં ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

મુસાફરો બુમરાણ મચાવી નજીકથી પસાર થતા વાહનમાં સવાર લોકોને રોકવા પ્રયાસ કરતા લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર ડિવિઝનની પોલીસ ઘનાસ્થળે પહોંચી હતી. મુસાફરોના નિવેદન ના આધારે વર્ણન મેળવી જિલ્લામાં નાકાબંધીના આદેશ કરાયા હતા. ઘટનાના પગેલ મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા ટોલટેક્સ અને હાઇવે હોટલોના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરાવી અલગ અલગ દિશામાં તમ રવાના કરી હતી.

એક મુસાફરની હિમતે લૂંટની ઘટના ટાળી
અનિલ ડાંગર નામના મુસાફરે લૂંટારુંઓનો સામનો કર્યો હતો. અનિલ સાથે ઝડપાઝપીમાં લૂંટારુઓ બસની બહાર ધકેલાઈ ગયા હતા અને અનિલે બસનો દરવાજો બંધ કરવા પ્રયાસ કરતા તેના ઉપર ફાયરિંગ થયું હતું જોકે આ યુવાનની હિંમત બાદ અન્ય મુસાફરો પણ સામનો કરતા લૂંટારુઓ નાસી છૂટ્યા હતા.

Published On - 6:45 am, Tue, 24 August 21

Next Article