Ahmedabad: ગુજરાતને ડ્રગ્સના રવાડે ચડાવવા માટે અનેક દેશ કરતુત કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાત ATS અને અન્ય એજન્સીઓના સહયોગથી કરોડોનું ડ્રગ્સ પકડાયું છે, ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી MD ડ્રગ્સનો (MD Drugs) મોટા પ્રમાણમાં જથ્થો ઓઢવ નજીકથી પકડાયો છે. એસ.ઓ.જીની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી 28 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને કેરિયર રાજસ્થાન (Rajasthan) હોવાનું સામે આવતા વધુ પુછપરછ હાથ ધરી છે.
પોલીસ કસ્ટડીમાં ઉભેલા બંને આરોપીઓને જેમના નામ છે મહેશ પાટીદાર અને લાલશંકર પાટીદાર બંને મૂળ ડૂંગરપુર રાજસ્થાન રહેવાસી છે અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ પૈસાની લાલચે આ ખેડૂતો ડ્રગ કેરિયર બનીને અમદાવાદ MD ડ્રગ્સ સપ્લાય કરવાના હોવાની બાતમી મળી હતી. બાતમી મળતા એસ.ઓ.જીની ટીમ વોચમાં હતી. તે દરમિયાન ચોક્કસ હકીકત આધારે SOGની ટીમે બન્ને શખ્સોને સોનીની ચાલી નજીકથી ઝડપી લીધા હતા. કારમાં આવેલા આરોપી મહેશ પાટીદાર અને લાલશંકર પાટીદાર ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જ અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યુ છે.
એસ.ઓ.જીની ટીમે પ્રાથમિક તપાસ કરતા આરોપીઓ જે કાર લઇને આવ્યા હતા તે કાર પણ માત્ર એમડી ડ્રગ્સ હેરાફેરી કરવા માટે જ ઉપયોગમાં લેવાઇ હતી. હાલ તો 238.400 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો જેની અંદાજિત બજાર કિંમત 23.84 લાખ રૂપિયા હોઈ શકે છે. પકડાયેલ આરોપી પુછપરછ કરતા સામે આવ્યું છે કે, રાજસ્થાનનો લોકેશ હુકા પાટીદારે આ ડ્રગ્સનો જથ્થો લઈ બે આરોપી મોકલ્યા હતા. જેના બદલે મહેશ પાટીદાર અને લાલશંકર બે લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. મહત્વનું છે કે, પકડાયેલા બંને આરોપીઓ પહેલી વખત જ ગુનાખોરીમાં સંડોવાયેલા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે.
ડ્રગ્સ સપ્લાય કરનાર રાજસ્થાનનો લોકેશ હુકા પાટીદારે અગાઉ બે વર્ષ અમદાવાદ રહી ચુક્યો છે. જેથી ડ્રગ્સનોજથ્થો અમદાવાદમાં સપ્લાય કરવાનો હતો. ડ્રગ્સ રીસીવર કરનાર છૂટક વેચાણ માટે જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ખેડૂતોએ પણ પૈસાની લાલચમાં ડ્રગ્સ કેરિયર બની રહ્યા હોવાનું આ કેસમાં સામે આવતા ડ્રગ્સ ડિલર્સ ને પકડવા ક્રાઇમ એસ.ઓ.જી ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: BSF Group B Recruitment 2022: BSFમાં સબ-ઇન્સ્પેક્ટર સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો