KUTCHH : કોસ્ટગાર્ડને જખૌના દરિયાકાંઠેથી 21.4 કિલોના નશીલા દ્રવ્યોના 19 પેકેટ બિનવારસી હાલતમાં મળ્યા

|

Jul 06, 2021 | 11:55 PM

KUTCHH :પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે  આંતરરાષ્ટ્રીય બજારમાં આ નશીલા પદાર્થોની  કિંમત આશરે 32 લાખ રૂપિયા જેટલી થાય છે.

KUTCHH : કોસ્ટગાર્ડને જખૌના દરિયાકાંઠેથી 21.4 કિલોના નશીલા દ્રવ્યોના 19 પેકેટ બિનવારસી હાલતમાં મળ્યા

Follow us on

KUTCHH : કચ્છના જખૌ દરિયાકાંઠેથી ભારતીય કોસ્ટગાર્ડને ઓવરક્રાફ્ટથી નિયમિત પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠાના છીછરા પાણીના વિસ્તારમાંથી આશરે 21.4 કિલો વજનના શંકાસ્પદ માદક દ્રવ્યોના 19 પેકેટો મળી આવ્યા હતા.પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે  આંતરરાષ્ટ્રીય બજારમાં આ નશીલા પદાર્થોની  કિંમત આશરે 32 લાખ રૂપિયા જેટલી થાય છે.

અન્ય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ સાથે પરામર્શ કરીને ભારતીય કોસ્ટગાર્ડે આ વિસ્તારમાં સર્વેલન્સના પ્રયાસો ઝડપી બનાવ્યા છે, જેથી વિસ્તારમાં અન્ય કોઈ જગ્યાએ આવા પેકેટ સંતાડવામાં આવ્યા હોય તો તેણે શોધી કાઢવામાં આવે. ઝડપાયેલા પેકેટ મરીન પોલીસને સોંપવામાં આવ્યાં છે.

Published On - 11:54 pm, Tue, 6 July 21

Next Article