Kutch : ગાંધીધામમાં લીવ-ઇનમાં રહેતા રાજસ્થાની યુવકે કરી પ્રેમિકા અને તેની પુત્રીની હત્યા

|

Feb 14, 2021 | 5:11 PM

Kutch : આ હત્યારો પ્રેમી 10 વર્ષ પહેલા તેની પ્રેમિકા અને તેના બે સંતાનો સાથે live-inમાં રહેવા માટે ગાંધીધામ આવ્યો હતો.

Kutch : ગાંધીધામમાં live-in રિલેશનશિપનો કરૂણ અંત આવ્યો છે. ગાંધીધામમાં છેલ્લા 10 વર્ષથી live-inમાં રહેતા યુવકે સાથે રહેતી મહિલા અને તેની પુત્રીની કરી હત્યા કરી છે. આ યુવકે પ્રેમિકા  અને તેની પુત્રીની હત્યા કર્યા બાદ બંનેના મૃતદેહને કિડાણા નજીક મુખ્ય ગટરલાઇનમાં ફેંકી દીધા હતા.

ઘટનાની જાણ થતા ગાંધીધામ બી ડીવીઝને મૃતદેહ શોધવાની કવાયત હાથ ધરી છે. આ હત્યારો પ્રેમી 10 વર્ષ પહેલા મહિલા અને તેના બે સંતાનો સાથે રહેવા માટે ગાંધીધામ આવ્યો હતો.

 

Published On - 5:08 pm, Sun, 14 February 21

Next Video