AHMEDABAD : ગાંધીનગરના પેથાપુરનો ચકચારી કેસ એટલે શિવાંશ કેસ….આ કેસની ટૂંકમાં વાત કરીએ તો શનિવારે બાળક સ્વામિનારાયણની ગૌશાળામાંથી તરછોડાયેલી હાલતમાં મળી આવ્યો..પોલીસને જાણ કરાઈ અને યશોદા બની પેથાપુરના મહિલા કોર્પોરેટરે તેને સાચવ્યો.પોલીસે બાળકના વાલી-વારસ કોણ તેની તપાસ શરૂ કરી.
સીસીટીવી ફૂટેજ મેળવતા પોલીસને હાથ લાગ્યો કારનો નમ્બર, જેના આધારે કાર માલિક અને તેના સરનામા સુધી પોલીસ પહોંચી અને નક્કી થઈ ગયું કે બાળક સચિન દીક્ષિતનું હતું. સચિન આમ તો પરિણીત છે અને તેને એક બાળક પણ છે…તો હવે આ બાળક શિવાંશની માતા કોણ તેની પોલીસે તપાસ શરૂ કરી. બીજી તરફ સચિન ઉત્તરપ્રદેશ જવાનો હોવાથી તે હાલ રાજસ્થાન કોટા હોવાનું સામે આવ્યું.પોલીસની ટીમ રવાના કરી અને તેના પિતા સાથે પોલીસે સંપર્ક કરતા સચિનને લાવવાની વાત કરી અને આખરે સચિન પકડાઈ ગયો.
સચિનને ગાંધીનગર લવાયો. સવારે લાવી 9 વાગ્યા સુધી ચા નાસ્તો કરાવી વિશ્વાસમાં લીધો અને બાદમાં પૂછપરછ શરૂ કરાઇ જેમાં તે ભાંગી પડ્યો અને તેણે પોલીસને જણાવી એવી હકીકત કે જે જાણીને પોલીસ ચોકી અને હકીકત સામે આવી કે તેણે શિવાંશને માતા વગરનો કરી દીધો….એટલે કે સચિને મહેંદીની હત્યા કરી હતી
આ પ્રેમ કહાનીની વાત કરીએ તો સચિન અમદાવાદમાં હતો અને તે દરમિયાન તે મહેંદીના સંપર્કમાં આવ્યો હતો. મહેંદી બાથરૂમ મટીરીયલના શો રૂમમાં નોકરી કરતી હતી ત્યારે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બને વચ્ચે 2018થી પ્રેમ સબન્ધ બંધાયો.બાદમાં બંનેની અવાર નવાર અમદાવાદમાં મુલાકાત થતી.કેમકે મહેંદી પણ અમદાવાદ બોપલ ખાતે રહેતી.બાદમાં બનેના સંબંધ આગળ વધ્યા અને વડોદરા નોકરીએ લાગતા સચિન અને મહેંદી ભાડે રહેવા લાગ્યા.
આમ તો લીવ-ઇનમાં રહેતા હોય તેમ તે બને રહેવા લાગ્યા હતા.બાદમાં 2019 મા સચિનના પિતાને જાણ થતા સચિનને ઠપકો આપ્યો અને બને વચ્ચે સંબંધ કપાયા.જોકે બાદમાં મહેંદીએ ફરી સંપર્ક કરતા ફરી પ્રેમ પ્રકરણ શરૂ થયું અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા અને વર્ષ 2020 માં શિવાશનો જન્મ થયો. મળતી માહિતી મુજબ મહેંદીની માતાનું અવસાન થયું અને તેના પિતાએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી ઘર માંડ્યું હતું.ત્યારબાદથી હીના માસી-માસા સાથે અમદાવાદ રહેતી હતી.
બાદમાં શરૂ થયો એવો ઘટના ક્રમ જે જાણીને પોલીસ હચમચી ગઈ, હત્યાની ઘટના અને બાળક ને છોડવાનો ઘટનાક્રમ આવો હતો
1)શુક્રવારે મહેંદી અને સચિનનો ઝગડો થયો
2)બંને વચ્ચે ઝપાઝપી થઈ…જેમાં સચિને હાથ ઉપર નખના ઉઝરડા પણ થયા
3)ઉશ્કેરાઈ જઈને સચિને મહેંદીની બપોરે 3 વાગ્યે ગળું દબાવીને હત્યા કરી નાખી, મૃતદેહને બેગમાં પેક કરી ઘરમાં મૂકી દીધો
4)હત્યારો સચિન બાળક શિવાંશને લઈને વડોદરાથી ગાંધીનગર આવવા નીકળ્યો
5) બાળકને મુકવા સચિન કાર લઈને નીકળ્યો, અંધારું થતા તેને ડર લાગ્યો જેથી 20 મિનિટ સુધી ગાંધીનગરમાં બાળકને લઈને ફર્યો.
6)પેથાપુર પર બાળકને સચિને બે વખત મુકવાનો પ્રયાસ કર્યો.પ્રથમ વખત તે મૂકીને નીકળ્યો અને ડર લાગતા પરત લઈને નીકળી ગયો.
7) 20 મિનિટ સુધી તે પેથાપુર ગૌશાળા આસપાસ ફર્યો, ત્યારબાદ છેલ્લે તે બાળક ને મૂકી ને ઘરે પહોંચ્યો.
ઘરે પહોંચીને તે યુપી જવા નીકળ્યો અને રાજસ્થાનથી જ પોલીસે તેને પકડી ગાંધીનગર લઇ આવી અને બાદમાં ત્યજી દેવાના ગુનાની તપાસમાં હત્યા સામે આવી.પહેલી તપાસ અને પોલીસ કાર્યવાહી શિવાંશને તરછોડનારના કેસની થશે.કોર્ટ રિમાન્ડ આપશે તો ગાંધીનગર પોલીસ તપાસ કરશે.જો રિમાન્ડ નહિ મળે તો વડોદરા પોલીસને મહેંદી હત્યા કેસમાં સચિનને સોંપવામાં આવશે.
એક પિતાએ સામાન્ય ઝગડામાં પુત્રને જ માતા વગરનો કરી દીધો..આ ઘટનામાં જે ધાર્યું હતું તે તો સામે આવ્યું પણ નવી એવી વાતો સામે આવી જેનાથી અનેક પરિવારજનોને ધ્રાસકો લાગ્યો.ત્યારે હવે આગામી દિવસોમાં તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે.હાલ તો પ્રણય ત્રિકોણનો અંત એક બાળકના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સાથે પૂર્ણ થયો છે. સચિનને તેની પત્ની થકી પણ સંતાન છે, સચિન જેલમાં જતાં હવે તે બાળક અને પરિવારના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.