KP Gosavi Arrested: આર્યન ડ્રગ્સ કેસમાં NCBના સાક્ષી કેપી ગોસાવીની ધરપકડ, ઘણા દિવસોથી હતો ફરાર

|

Oct 28, 2021 | 11:29 AM

પુણે પોલીસ ઘણા દિવસોથી ગોસાવીને છેતરપિંડીના કેસમાં શોધી રહી હતી. પૂણે પોલીસે સવારે 5 વાગ્યે તેની અટકાયત કરી છે.

KP Gosavi Arrested: આર્યન ડ્રગ્સ કેસમાં NCBના સાક્ષી કેપી ગોસાવીની ધરપકડ, ઘણા દિવસોથી હતો ફરાર
kiran gosavi

Follow us on

ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી કેપી ગોસાવીની(KP Gosavi)પોલીસે ધરપકડ કરી છે. કેપી ગોસાવી છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતો. કેપી ગોસાવીની મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરવામાં આવી છે.

 

પુણે પોલીસે કિરણ ગોસાવીની ધરપકડ કરી હતી. પુણે પોલીસ ઘણા દિવસોથી ગોસાવીને છેતરપિંડીના કેસમાં શોધી રહી હતી. પૂણે પોલીસે સવારે 5 વાગ્યે તેની અટકાયત કરી છે. ગોસાવીને ખરાસખાના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 11 વાગ્યે પુણે પોલીસ કમિશનર મીડિયા સાથે વાત કરશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

તમને જણાવી દઈએ કે કિરણ ગોસાવી પુણેના ફરાસખાના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના કેસમાં આરોપી છે. આ મામલો વર્ષ 2018નો છે. તેની સામે લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. આ કેસમાં તે ફરાર હતો. તેની ધરપકડ કરવા પુણે પોલીસની બે ટીમ યુપી આવી છે.

જણાવી દઈએ કે ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સાથે સેલ્ફી લેનાર કિરણ ગોસાવી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો માટે ચકચારી બની છે. NCBના સાક્ષી કિરણ ગોસાવી વિરુદ્ધ પુણે અને કેટલાક અન્ય શહેરોમાં છેતરપિંડીના કેસ નોંધાયેલા છે. આ સમયે તે ફરાર છે. તેના સાથી શેરબન્સ કુરેશીની પુણે પોલીસે ધરપકડ કરી છે.

ધરપકડ પહેલા કેપી ગોસાવીએ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં ગોસાવીએ પ્રભાકર સેલ અને તેના ભાઈ પર ગંભીર આરોપ લગાવીને ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. ગોસાવીએ કહ્યું છે કે પ્રભાકર સેલની સંપૂર્ણ કોલ ડિટેઈલ કાઢવામાં આવે તો તમામ સત્ય બહાર આવશે. નોંધનીય છે કે કેપી ગોસાવીની જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

પુણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ કહ્યું, “અમે કહી શકતા નથી કે તેને ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે.  તે ઘણા રાજ્યોમાં ફરતો હતો. કે.પી.ગોસાવીએ ક્યારેય આત્મસમર્પણ માટે કોઈનો સંપર્ક કર્યો નથી. અમે તેની પાસેથી કોઈ સામગ્રી રિકવર કરી નથી. અમે હજી પણ તેની પૂછપરછ કરી રહ્યા છીએ અને અમે કોઈને સોંપી રહ્યા નથી. અત્યારે અમે તેની તપાસ કરી રહ્યા છીએ અને કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ.

નોંધનીય છે કે તાજેતરમાં જ ડ્રગ્સ કેસના મુખ્ય સાક્ષી પ્રભાકર સૈલે કેપી ગોસાવી પર આર્યનને છોડાવવા માટે ‘ડીલ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રભાકર સાલ પોતાને કેપી ગોસાવીનો બોડીગાર્ડ તરીકે ઓળખાવે છે.

પ્રભાકર સૈલે દાવો કર્યો હતો કે ક્રુઝ પાર્ટીના દરોડા દરમિયાન તે ગોસાવી સાથે હતો. પ્રભાકરે ખુલાસો કર્યો હતો કે કેપી ગોસાવી 25 કરોડ રૂપિયામાં ફોન કરીને 18 કરોડમાં સોદો નક્કી કરવા માટે સેમ નામની વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો. કેપી ગોસાવીએ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને 8 કરોડ રૂપિયા આપવાની વાત પણ કરી હતી.

આ પણ વાંચો : Aryan Khan Bail Plea Hearing: આજે હાઇકોર્ટમાં ફરી થશે સુનાવણી, જો શનિવાર સુધી આર્યન ખાનને જામીન નહીં મળે તો દિવાળીમાં પણ કાઢવી પડશે જેલમાં

આ પણ વાંચો : શું વાત છે! તીખું લાગતું લાલ મરચું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, લાભ જાણીને તમે પણ ચોંકી જશો

Published On - 7:43 am, Thu, 28 October 21

Next Article