6 દિવસના બાળકને શોધવામાં વડોદરા પોલીસને મળી મોટી સફળતા, જાણો ક્યાંથી મળી આવ્યું બાળક

|

Oct 26, 2021 | 4:24 PM

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ભાવનગરપુરા ગામમાંથી ગત 21 તારીખે 6 દિવસનું બાળક ગુમ થયું હતું.

VADODARA : વડોદરા જિલ્લાના વાઘોડિયામાંથી ગુમ થયેલા 6 દિવસને બાળકને શોધવામાં પોલીસને મોટી સફળતા મળી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ભાવનગરપુરા ગામમાંથી ગત 21 તારીખે 6 દિવસનું બાળક ગુમ થયું હતું. આ બાળક ગુમ થયાના પાંચમા દિવસે બાળકને શોધવામાં વડોદરા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. આ બાળક બિહાર ના રોહતાસ જિલ્લામાં 4 લાખમાં વેચી દેવામાં આવ્યું હતું. વડોદરા પોલીસે બાળકને સહીસલામત શોધી લીધું છે અને આ અંગે 5 થી 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. બાળકને લઈ વડોદરા જિલ્લા પોલીસ બિહારથી પરત આવી રહી છે.આ સાથે પોલીસને બાળકો વેચવા માટેની ગેંગની લિંક મળી આવી છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ભાવનગરપુરા ગામમાંથી ગત 21 તારીખે 6 દિવસનું બાળક ગુમ થયું હતું. બાળક તેના માતા પાસે સૂતુ હતુ ત્યારે કોઈ તેને ઉપાડીને લઈ ગયુ હતું. બે દિવસથી બાળકની કોઈ ભાળ ન મળતા બાળકનું અપહરણ થયું હોવાની પરિવારજનોને આશંકા હતી. આ સાથે બાળકનો ઉપયોગ કોઈ તાંત્રિક વિધિમાં પણ થયો હોવાની ચર્ચા ઉઠી હતી.

21 તારીખે રાત્રે બાળકની માતા તેને સોડમાં લઈને સૂતા હતા ત્યારે બે વાગ્યાની આસપાસ જોયુ તો બાજુમાં તેમનું બાળક ન હતું. બાળકને ગુમ થયેલું જોઈ તેમણે બૂમાબૂમ કરી હતી. આસપાસના પાડોશીઓ પણ મદદે દોડી આવ્યા હતા. તમામ લોકો બાળકને શોધવામાં લાગ્યા હતા. પણ બાળક ક્યાંય મળ્યુ ન હતું. આખરે આ બાળક ગુમ થવા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : વડોદરા : રખડતા ઢોરનો આતંક, નવા યાર્ડ વિસ્તારમાં એક વૃદ્ધા પર ગાયનો હુમલો

આ પણ વાંચો : પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજનામાં મળશે 4 હજાર, આ ફેક યોજનાના ખોટા મેસેજથી રહેજો સાવધાન

Next Video